મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

આજ ની તારીખે એટલે કે ૦૪.૧૧.૦૪ ના રોજ મારા સંસાર રૂપી બાગ માં એક ફૂલ ખીલેલું જેનું નામ હર્ષ. આજે મારા પુત્ર હર્ષનો પાંચમો જન્મદિન. રજાઓ દરમિયાન માંડવીના બીચ પર રેતીમાં રમત રમતાં તેની કહેલી એક વાત મને હજુ પણ યાદ છે અને આ વાતમાં તેના માં રહેલ આશાવાદી સૂર જે વ્યકત થયો તે મારા દિલમાં ઊંડે સુધી ઊતરી ગયો, તે સૂર કદાચ તમને સૌ ને ગમશે જે આ અછાંદશ માં છે. જે અહીં રજૂ કરું છું.

હર્ષ ને જન્મદિન પાઠવવા માટે તો અમારી પાસે તો માત્ર અંતર ની લાગણી જ છે, પરંતુ શબ્દો જડતાં નથી. અમારા અંતરના આર્શિવાદ તો હંમેશા તેની સાથે જ છે કે તેની ઉંમર કરતાં પણ વધુ જે બુદ્ધિ અને જ્ઞાન તેનામાં છે તે સદાય દેદીપ્યમાન રહે તે જ અંતરની અભિલાષા.

Dear All Friends,

Very Happy day for our, Because today Birthday of my son. He is a five Years old. I have Invite heartily to Every One for his Birthday party,

-Pravin & Nayna (Nainu)
And “Yuvarojagar Family”

PK-Cake

Read More…

Posted by: પ્રવિણ શ્રીમાળી | September 15, 2009

ધરી દઉં!

( મારી આ ગઝલ ઉ.ગુજરાતના લોકપ્રિય દૈનિક અખબાર “રખેવાળ” માં તા.૦૪.૦૩.૨૦૦૨ માં તેની પૂર્તિ માં પ્રકાશિત થયેલ)

2408535634_f9953a5dbf

ધરી દઉં!

લાવ તારી આંખોને સપનાઓથી ભરી દઉં!
તારું પ્રતિબિંબ જોવા માંગને દિલનો આયનો ધરી દઉં!

ખૂબ દોડી છે જિંદગી તારી,
લાવ તારા થાકેલાં દિલને મારી હૂંફનો વિશ્રામો ધરી દઉં!

ખાલીપામાં હર માનવી ઝૂરે છે સનમ
લાવ તારા ખાલીપાને મારી લાગણીથી ભરી દઉં!

કહે છે હર માનવી પ્રેમમાં બને છે આંધળો
લાવ તારા અંધાપાને મારી આંખોની રોશનીથી ભરી દઉં!

મોરના આંસુ પી’શે ઢેલ, સનમ!,
લાવ તારા આંસુને ખુશીનો સાગર ધરી દઉં!

વરમાળાના બંધને બંધાય છે હર માનવી
લાવ તારા ગળાને મારા હૈયાંનો હાર ધરી દઉં!

સપ્તપદીના ફેરા ફરે બધાં, પછી પૂરા કરે કોણ?
લાવ તારી હર આરઝુના હું ફેરા ફરી દઉં!

પ્રિયતમાની ખુશીની માંગ ભરે છે હર માનવી
લાવ તારી માંગને ખુશીનાં હર રંગથી ભરી દઉં!

‘પ્રવિણ’ તમારા હર અરમાન પૂરાં કરશે, સનમ!
લાવ તારો હાથ ને મૂક માથે, ફોક જાય વચન તો જાન ધરી દઉં!
Read More…

Posted by: પ્રવિણ શ્રીમાળી | August 10, 2009

પ્રેમ ની અભિવ્યકિત

2

(મિત્રો પ્રેમની અભિવ્યકિત જતાવવા માટે ,શરીર, પત્ર, આવાજ, કે સ્પર્શ ની જરૂર નથી તેનો અહેસાસ કંઈક આ રીતે પણ થાય…)

પ્રેમ ની અભિવ્યકિત Read More…

Posted by: પ્રવિણ શ્રીમાળી | August 7, 2009

જગત માં સુખ

Posted by: પ્રવિણ શ્રીમાળી | August 6, 2009

તેમ પણ થાય

તેમ પણ થાય Read More…

Posted by: પ્રવિણ શ્રીમાળી | July 25, 2009

શબ્દો નો જાદુગર!!

યારેક સર્જક કે જે લખ્યું હોય તે તેને અનુભવ્યું ન હોય તેવું, બનતું હોય છે. કોઈક લેખક “તરવા ની કળા” પર પુસ્તક આખું લખ્યું હોય પણ બની શકે કે તેને જ તરતાં આવડતું ન હોય !! કોઈક “કરોડપતિ કૈસે બને” અથવા ” પૈસે કૈસે કમાયે ” લખનાર બની શકે કે રોડપતિ કે બેકાર હોય !! ક્રિકેટ પર લેખ લખનારે બની શકે કે કદી હાથ માં બેટ કે દડો પકડ્યો ન હોય !!

– પ્રસિદ્ધ ઉકિત છે ને કે “જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કવિ કલ્પના ની સેર કરતાં – કરતાં પહોંચે તે વાત તો ઠીક પણ જયારે કોઇ લેખક-પત્રકાર (ચોથી જાગીર) આ રીતે પહોંચી ને પબ્લિક નાં માથે કોઈ કોલમ કે લેખ-લખાણ ફટકારી દે તો તે બની શકે કે તે ભયજનક બની જાય !! આ વાત પર વાંચો આ જોકસ અને મારી આ કવિતા…

એકવાર આ વરસાદી મૌસમમાં એક કવિ મહાશય રસ્તા વચ્ચે ચાલતાં-ચાલતાં, રસ્તાં માં આવેલ એક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી ગયા…તેને બચાવ..બચાવ…ની બૂમો પાડી. ત્યાંથી પસાર થતાં એક દારૂડિયાની નજર પડી… “અરે તમે કોણ ?! અને આ રીતે અંદર કઈ રીતે પહોંચી ગયા?!

કવિ મહાશય રડમસ અવાજે બોલ્યા, “અરે, યાર હું કવિ છું અને ભૂલથી ખુલ્લાં ઢાંકણાં વાળી આ ગટરમાં પડી ગયો છું. પ્લીઝ મને બહાર કાઢો…”

દારૂડિયો બોલ્યો, “બહુત ખુબ..આપ કવિ છો ! માટે જ જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ…તમે પહોંચી ગયા, હવે બેઠાં-બેઠાં કવિતાઓ લખજો…આવજો!! “
148607tg6rggnb0l
(ઈમેઝ ; સાભાર “રાધા વિના નો કાન” ના મને મળેલ ઇમેલમાંથી)

શબ્દો નો જાદુગર!!

ઝરમર..ઝરમર…
છમ્મ…છમ્મ..છમ્મ…
ટપક..ટપક..ટપક…
તને બોલાવવાં કયારનીયે સાદ કરું હું…
-અને તું છે એક કે ગરમ રજાઈમાં લપાઈ ને જોયા કરે…
કોરો રહી ને…
-પણ પછી લખીશ,’વર્ષા માં ભીંજાઈ ગયો હું ને તમે યાદ આવ્યા..’

જુઠો…શબ્દો નો જાદુગર!!…બીજુ શું?!…

-પ્રવિણ કે.શ્રીમાળી

Posted by: પ્રવિણ શ્રીમાળી | July 25, 2009

ખરી લાગણી

ખરી લાગણી

જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
ત્યાંથી પણ નજર અમારા સુધી પહોંચે , તે ખરી લાગણી

પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
ને કરો વહાલ પ્રસંગ ના અવશેષો ને , તે ખરી લાગણી

પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
મુકત આકાશ માં ઉડવાની મુકિત એ, તે ખરી લાગણી

છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે ખરી લાગણી

દેહ તો રોજ ગુંથાઈ અરસ-પરસ
મનનાં મણકાં ગુંથાય એકતારે , તે ખરી લાગણી

તન-મન-ધન વારીએ તમ પર એવાકે
કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી

-પ્રવિણ કે.શ્રીમાળી

Posted by: પ્રવિણ શ્રીમાળી | July 23, 2009

માયા નો આડંબર

માયા નો આડંબર

સંસાર નો ત્યાગ કરી, ભગવા ધારણ કર્યાં
ને આલિશાન મંદિર અને આશ્રમ બંધાવ્યાં

વૈભવ અને સુવિધાઓ વધ્યાં
ભકતો અને સેવકો વધ્યાં

સંસાર એક માયા અને ભૌતિક સુખ એ બધું નાશવંત’
એ.સી. ની ઠંડક માં ઉપદેશ આપ્યાં

મંદિર, આશ્રમ ને ભકતો ના વહીવટ હાથે ધરયાં
સંસારની નાની માયામાંથી મોટી માયામાં ફસાયાં

હૈ મહાત્માજી, પૂછે આ પામર જીવ એક સવાલ
સંસાર એ માયા અને આ બધું શું ?!!…

- પ્રવિણ કે.શ્રીમાળી

Posted by: પ્રવિણ શ્રીમાળી | July 18, 2009

રોજગારી

રોજગારી

(મારી આ ટુંકીવાર્તા સુરત થી પ્રગટ થતાં “હિન્દુ મિલન મંદિર” માસિક માં જુન ૨૦૦૫ ના અંક માં પ્રકાશિત થયેલ છે.)

Read More…

Posted by: પ્રવિણ શ્રીમાળી | July 12, 2009

હે હજાર હાથવાળા,

Copy of KA2_039હે હજાર હાથવાળા,
તે બે હાથવાળા સાથે હાથ મીલાવી દીધા કે શું ?!

-કેમકે,
તે આપેલું વચન “જયારે-જયારે ધર્મની ગ્લાનિ થશે
ત્યારે-ત્યારે અધર્મ ના નાશ માટે હું જન્મ ધારણ કરીશ… તે ભૂલ્યો કે શું ?

તું કયાં ગર્ભમાં છુપાયો છે ?

-કે પછી,
તારું વચન ‘જાડી ચામડી ‘ વાળાઓએ આપેલ વચનો ની જેમ ઠાલું વચન બનશે ?

કેમકે,
‘જાડી ચામડી’ વાળાઓની સાથે સાંઠગાંઠ રાખનારાઓ હંમેશા “જડ” બની જાય છે!!

-પ્રવિણ કે.શ્રીમાળી

Older Posts »

Categories