કયારેક સર્જક કે જે લખ્યું હોય તે તેને અનુભવ્યું ન હોય તેવું, બનતું હોય છે. કોઈક લેખક “તરવા ની કળા” પર પુસ્તક આખું લખ્યું હોય પણ બની શકે કે તેને જ તરતાં આવડતું ન હોય !! કોઈક “કરોડપતિ કૈસે બને” અથવા ” પૈસે કૈસે કમાયે ” લખનાર બની શકે કે રોડપતિ કે બેકાર હોય !! ક્રિકેટ પર લેખ લખનારે બની શકે કે કદી હાથ માં બેટ કે દડો પકડ્યો ન હોય !!
– પ્રસિદ્ધ ઉકિત છે ને કે “જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કવિ કલ્પના ની સેર કરતાં – કરતાં પહોંચે તે વાત તો ઠીક પણ જયારે કોઇ લેખક-પત્રકાર (ચોથી જાગીર) આ રીતે પહોંચી ને પબ્લિક નાં માથે કોઈ કોલમ કે લેખ-લખાણ ફટકારી દે તો તે બની શકે કે તે ભયજનક બની જાય !! આ વાત પર વાંચો આ જોકસ અને મારી આ કવિતા…
એકવાર આ વરસાદી મૌસમમાં એક કવિ મહાશય રસ્તા વચ્ચે ચાલતાં-ચાલતાં, રસ્તાં માં આવેલ એક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી ગયા…તેને બચાવ..બચાવ…ની બૂમો પાડી. ત્યાંથી પસાર થતાં એક દારૂડિયાની નજર પડી… “અરે તમે કોણ ?! અને આ રીતે અંદર કઈ રીતે પહોંચી ગયા?!
કવિ મહાશય રડમસ અવાજે બોલ્યા, “અરે, યાર હું કવિ છું અને ભૂલથી ખુલ્લાં ઢાંકણાં વાળી આ ગટરમાં પડી ગયો છું. પ્લીઝ મને બહાર કાઢો…”
દારૂડિયો બોલ્યો, “બહુત ખુબ..આપ કવિ છો ! માટે જ જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ…તમે પહોંચી ગયા, હવે બેઠાં-બેઠાં કવિતાઓ લખજો…આવજો!! “

(ઈમેઝ ; સાભાર “રાધા વિના નો કાન” ના મને મળેલ ઇમેલમાંથી)
શબ્દો નો જાદુગર!!
ઝરમર..ઝરમર…
છમ્મ…છમ્મ..છમ્મ…
ટપક..ટપક..ટપક…
તને બોલાવવાં કયારનીયે સાદ કરું હું…
-અને તું છે એક કે ગરમ રજાઈમાં લપાઈ ને જોયા કરે…
કોરો રહી ને…
-પણ પછી લખીશ,’વર્ષા માં ભીંજાઈ ગયો હું ને તમે યાદ આવ્યા..’
જુઠો…શબ્દો નો જાદુગર!!…બીજુ શું?!…
-પ્રવિણ કે.શ્રીમાળી



કવી મહાશય, આપશ્રી તો શબ્દોના જાદુગર પણ છો ને ભાઈઈઈઈઈ
By: Govind Maru on August 6, 2009
at 8:32 pm
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
પર્સ ખાલી જોઈ ને તમે યાદ આવ્યા !
( આવ્યાં અને આવ્યા વચ્ચેનો ભેદ નોંધ કરો ! )
આવી બીજી રચનાઓ વાંચો અને એ સંગ્રહ સમૃધ્ધ કરો -
http://dhavalrajgeera.wordpress.com/2009/07/17/two-line-rhyme/
By: સુરેશ જાની on July 26, 2009
at 7:43 am
થેંકસ!!
સુધારો કરી લીધો છે, જુઓ…
By: પ્રવિણ શ્રીમાળી on July 27, 2009
at 2:40 pm
Sapana
By: sapana on July 26, 2009
at 1:34 am
જોરદાર સાહેબ ,
આમ પણ મે સાભળ્યુ છે,દારુ પી ને માણસ સાચુ બોલે છે…જ્યા ના પોચે રવી ત્યા પોચે કવી..
By: vivek doshi on July 25, 2009
at 10:09 pm