Posted by: પ્રવિણ શ્રીમાળી | August 6, 2009

તેમ પણ થાય

તેમ પણ થાય

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય
અંધકાર ને ઓગળવા જાવને બળો તમે, તેમ પણ થાય

માણસ-માણસ વચ્ચે રાખો વિશ્વાસ
ને લાગ જોઈ મિત્ર જ ઘા કરે, તેમ પણ થાય

રાખો વિશ્વાસ છલોછલ તમારી જાત પર
ને પવન આપોઆપ દિશા બદલે, તેમ પણ થાય

શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય

તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય

જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

વેંત છેટાં હો તમે સફળતાથી
ને તક ચૂકી જતાં નિષ્ફળતા મળે, તેમ પણ થાય

માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો ‘પ્રવિણ’
ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય

-પ્રવિણ કે.શ્રીમાળી

Responses

  1. ખુબ જ સરસ

  2. જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
    ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

    jakkas a line kub j gami..
    keep it

  3. શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
    ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય

    તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
    ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય

    જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
    ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

    nice ….bhu j saras

  4. positive thoughts !
    nice poem !

  5. સાવ સાચું. ફીડલું શબ્દ ન સમજાયો

    Sureshbhai

    GoTo vaali de

    અભિનંદન pravinbhai maja aavi.

    Ramesh Patel(Aakashdeep)

    • *આરણીય રમેશભાઈ, સાદર નમસ્કાર !!* તમે આપેલ પ્રતિભાવ બદલ હું આપણો ૠણી છું. ખુબ ખુબ આભાર !! મેં તમારા કાવ્યો ‘કવિલોક’ માં વાંચ્યા છે, ખુબ જ સરસ છે. હા, જરા તમારા બ્લોગ ‘આકાશદીપ’ ની લીંક મને આપશો તો હું તે વાંચીશ.

      હું આજે મારી એક નવી પોસ્ટ કરવાનો છે જે તમને ખુબ જ પસંદ પડશે. *ફીડલું મતલબ રોલ જેમ ગડી વાળી દેવી *

      *-પ્રવિણ કે.શ્રીમાળી * ના વંદન Editor : *”યુવારોજગાર”*

  6. જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ

    ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

    સુંદર પોઝિટિવ વિચાર. અભિનંદન

  7. પકડો કલમને કોઈ પળે
    ને હાથ આખેકાખો બળે
    એમ પણ બને ..
    - મનોજ ખંડેરિયા ?
    —————
    જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ

    ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય
    સરસ આશાવાદ

    માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો ‘પ્રવિણ’
    ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય

    સાવ સાચું. ફીડલું શબ્દ ન સમજાયો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 226 other followers