Posted by: પ્રવિણ શ્રીમાળી | January 17, 2010

શિયાળો

(મારું આ કાવ્ય ઉત્તર ગુજરાતનાં દૈનિક અખબાર “રખેવાળ” માં પ્રકાશિત થઈ ચૂકેલ છે.)

શિયાળો

હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો

– પ્રવિણ કે.શ્રીમાળી

(મારું આ કાવ્ય ઉત્તર ગુજરાતનાં દૈનિક અખબાર “રખેવાળ” માં પ્રકાશિત થઈ ચૂકેલ છે.)


Responses

  1. આપની આ રચના અજય મહેતાના બ્લૉગ પર કૉપી-પેસ્ટ કરીને મૂકવામાં આવી છે. ન તો તમારું નામ લખ્યું છે. ન તો તમારા બ્લૉગની લિન્ક આપવામાં આવી છે!

  2. પ્રવિણભાઈ, સરસ કાવ્ય છે. મેં પણ એક ઘસડી માર્યું હતું: http://rutmandal.info/swaranjali/2010/02/05/shiyalo-2/

  3. શિયાળા આબેહુબ વર્ણન કરી બતાવ્યુ પ્રવિણભાઈ..
    પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
    હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

    સરસ શિયાળામય કવન..અભિનંદન રખેવાળ માટે
    સપના

  4. શિયાળાની ગુલાબી ઠંડી અને કોઈ વખત દાઢ કકડાવતી,

    આની હુબહૂ મજા તમારા કાવ્યમાં છલકી છે.

    ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
    હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

    મજાનું પ્રાસંગિક કવન.અભિનંદન

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. શિયાળાની લાક્ષણિકતાઓ સરસ રીતે કાવ્યમાં મૂકી છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.