
પરીચય છે મંદિર માં દેવોને મારો
અને મસિજદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે
– શૂન્ય પાલનપુરી
મારા આ દ્રિતિય ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને ‘યુવા રોજગાર’ નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારી ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.
હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં ‘કચ્છ’જિલ્લા ના આદિપુર માં રહું છું.આ’કલમ પ્રસાદી’ ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ મારા બ્લોગમાં મારી પોતાની રચેલ રચનાઓ કાવ્યો, ગઝલો, વાર્તાઓ,નવલિકા,નવલકથા વિગેરે ઉપરાંત કંઇક નવું જ પીરસ્સે જેવું કે કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, પણ ખરાજ. સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
મારી અન્ય પ્રવૃતિઓ અને જીવન ઝલક;
- કોલેજ દરમિયાન NSS પ્રવૃતિઓ તથા યુવાપ્રવૃતિઓ જેવી કે સાહિત્ય લેખન-વાંચન, વક્તૃત્વ સ્પર્ધા કોલેજ માં યોજવી તથા કોલેજ માં યુવાઓ માં પડેલ સર્જન શકિત બહાર આવે તે માટે પ્રથમ વાર ભીંતપત્ર તથા મુખપત્ર શરૂ કર્યું તથા સંપાદન કર્યું.
-નાનપણ થી જ સાહિત્ય વાંચન નો કીડો, ધો-૮ માં ભણતો હતો ત્યારે બાળવાર્તા અને કવિતા લખી નાંખી અને મારી પ્રથમ બાળવાર્તા “વાર્તા રે વાર્તા” નામના બાળકો ના એક મેગેઝિન માં છપાઇ,ધો-૧૧માં હતો ત્યારે જ “જગત માં સુખ” તે કાવ્ય ૧૯૯૨ માં “નગર સંદેશ” નામના લોકલ અખબાર માં છપાઈ અને તે જ સમયે મારી હાઇસ્કુલ ના મુખપત્રમાં સહએડિટર બની સંપાદન કર્યું,ત્યારબાદ ઉ.ગુ ના લોકપ્રિય દૈનિક અખબાર” રખેવાળ” લગભગ દરરોજ લેખો, કવિતાઓ અને નવલિકાઓ મોકલતો અને તે છપાતી.
ત્યારબાદ મેં પાછું વળીને કદી જોયું નથી…
– કોલેજ ની સાથે-સાથે મારા યુવા મિત્રો ને ભેગા કરીને “ફ્રીડમ યંગ ગ્રૃપ ” નામનું ગ્રૃપ બનાવી ને રજાઓનાં દિવસે અલગ-અલગ ગામડાંઓ ની શાળાઓ માં જઈને વ્યસન મુકિત, અંધશ્રદ્ધા નાબુદી (શ્રીફળ માંથી ચુંદડી નીકાળવી, હાથમાંથી કંકુ ખેરવવું, ધુંણવૂં, માતાજી પ્રસન્ન થવા વિગેરે સામે બંડ પોકારવા માટે મારા રેસનાલિઝમ મિત્રો પોતે જાદુ તથા તરકીબ નાં પ્રયોગો બતાવી ને સમજ આપતાં કે આ ચમત્કાર નહીં,પરંતુ તરકીબ છે !!) પછાત વિસ્તાર તથા મહોલ્લઓમાં જઈને શેરી નાટક કરતાં અને તે દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસ કરતાં. આ ઉપરાંત શાળાના વિધાર્થીઓ ને નિબંધ કે વકતૃત્વ કે ગીત જેવી સ્પર્ધઓ યોજી ને આ ગ્રૃપ દ્વારા ઇનામ આપતાં,મેં હાલમાં આ ગ્રૃપ ને ટ્ર્સ્ટ બનાવીને રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમા હું મહામંત્રી હતો, હાલમાં પ્રમુખ છું.
– સિદ્ધપુર,મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ બાર એસોશિયન નો સભ્ય. સિધ્ધપુર બાર એસોશિયન માં ૨૦૦૨ માં સહમંત્રી રહી ચુકયો છું.
- કોલેજ કાળથી “લોકશાહી સમર્થન” નામના લોકલ અખબાર માં સંવાદદાતા તથા પત્રકાર, આ ઉપરાંત “વિજય એકસપ્રેસ” (બ.કાં જિલ્લાનું દૈનિક અખબાર)માં તથા અમદાવાદ થી બહાર પડતાં લોકપ્રિય સુપ્રસિદ્ધ મેગેઝિન “આરપાર” માં પત્રકાર રહી ચુક્યો છું. “આરપાર” અને “ફીલીંગ્સ” માં હાલ પણ કદીક લખતો રહું છું. સિધ્ધપુર પત્રકાર એસોશિયન માં સભ્ય. વકીલાત ની સાથે-સાથે હાલ માં મારૂ પોતાનું અખબાર “યુવારોજગાર” શરુ કર્યું અને તેને બ્લોગ સ્વરૂપે ચાલુ કરતાં આ તમારા ગુજરાતી બ્લોગ જગતમાં આવી પહોંચ્યો…
અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
તમારો મિત્ર,
પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન
[E-mail : premshrimali47@gmail.com, yuvarojagar@in.com
MY Blogs ;
“યુવારોજગાર” http://pravinshrimali.wordpress.com/
http://kalamprsadi.blogspot.com
http://yuvarojagar.gujaratiblogs.com/



very good sir
By: pratik on December 20, 2011
at 8:09 pm
gujrat na mulyo ne aape gujarati ma mulviya se thanks
By: mr.patel on November 19, 2011
at 7:23 pm
Pravinbhai,
I remember visiting your Blog before…..I am surprised that I did NOT post a COMMENT for this.
I also know you had come to my Chandrapukar long time back.
I WELCOME you to the GUJARATI WEBJAGAT !
I ALWAYS have BEST WISHES for you !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Pravinbhai, Hope to see you on Chandrapukar !
By: chandravadan on January 17, 2011
at 9:40 am
good work !
By: Pinki on January 20, 2010
at 11:37 pm
પ્રવીણભાઇ
સરસ બ્લોગ બન્યો છે.અભિનન્દન.
By: vimal agravat on January 18, 2010
at 12:25 am
tamaru kam vndniy chhe a desha na yuvana mate nipravvauti mate tamari shathe su
By: ramnik bhai r.chauhan on January 12, 2010
at 1:02 pm
[...] સ્વાગત તથા પરિચય [...]
By: “યુવા રોજગાર” -પ્રવિણ કે.શ્રીમાળી « ગુજરાતી બ્લોગ જગત ને એક તાંતણે બાંધતી કડી on November 3, 2009
at 2:31 pm
યુવા રોજગાર દ્વારા આપ સમાજની સારી સેવા કરો છો પ્રવીણભાઇ.
By: પી. યુ. ઠક્કર on November 2, 2009
at 10:51 pm
આપની અમુલ્ય સેવા- રોજગાર અન્વયે ઘણી જ સરાહનિય છે. આપનું સાહિત્ય સર્જન પણ લાં…બા સમયથી ચાલે છે એ જાણી આનંદ થયો. સમય મળ્યે વાર્તાઓની મોજ માણીશ..
By: નટવર મહેતા on August 19, 2009
at 3:10 am
દ્વિતીય બ્લોગ માટે હાર્દિક સ્વાગત..તમારો ઉત્સાહ હંમેશ ટકી રહે અને સાહિત્ય માર્ગે આગેકૂચ થતી રહે તે જ અભિપ્સા. યુવાસ્યાત સાધુ, આષિસ્ઠ, બલીષ્ઠ, દ્ઢીષ્ઠ..યુવાન તે જે વૃત્તિનો સરળ, આશાવાન, દ્ઢનિશ્ચયી અને શક્તિવાન છે તેમ ઉપનિષદ કહે છે.
By: Dilip Gajjar on August 11, 2009
at 7:18 am
આભાર સાહેબ, તમારો અમૂલ્ય પ્રતિભાવ અને સહકાર એ જ મારો પુરસ્કાર !!
By: પ્રવિણ શ્રીમાળી on July 11, 2009
at 6:34 pm
બ્લૉગવિશ્વમાં સ્વાગત છે પ્રવીણભાઈ. મૌલિક રચનાઓ આપતા રહેશો.
By: પંચમ શુક્લ on July 11, 2009
at 12:53 am