Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | એપ્રિલ 7, 2009

જાગો…યુવા…જાગો…..પગથિયું – ૧

જવાબ વિનાનો સવાલ !?

મિત્રો, ચૂંટણી આવી ગઇ છે. નેતાઓ તથા અલગ – અલગ પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરાઓં

માં લોભામણી જાહેરાતો માટે અલગ-અલગ ટેકનિકો તથા દાવપેચો અજમાવી રહયાં છે અને

તે આપણ ને પણ એક ખેલ નાં ભાગ રુપે આપણને પણ અજમાવી રહયાં છે. હા, તેમને માટે

તો દર પાંચ વર્ષે ખેલાતો આ એક ખેલ જ છે.!!! અને આ ખેલ નાં પ્યાદાં આપણે છીએ !

ચૂંટણી આ દેશનાં અને રાજયનાં વહીવટ અને વ્યવસ્થા માટે છે. તેને આ લોકોએ

પોતાનો ધંધો – વ્યવસાય બનાવી દીધો છે. તેના જવાબદાર આપણે સૌ કોઈ છીએ.

પાંચ વર્ષે એક જ વાર આપણી યાદ તેમને આવે છે. બાકી તેમની શકલ આપણે

જોવા મળતી નથી. તેમને આપણે આપણાં વિસ્તાર ની સમસ્યાઓ ને સુલઝાવવા માટે અને

સુવ્યવસ્થા સ્થાપવા માટે આપણે ચૂંટયાં અને તેને મળવા માટે આપણે એમ્પોઇન્ટમેન્ટ લેવી

પડે છે !! પ્રજાનાં સેવકે તો જાતે પોતાના વિસ્તાર ની મુલાકાત દર અઠવાડિયે લેવી જોઈએ,

અને સામેથી પુછવું જોઈએ કે તમારા પ્રશ્નો અને સમસ્યાઓ શું છે, કઈ- કઈ પ્રાથમિક સુવિધાઓ

કે સગવડો મળતી નથી ? !પરંતું આપણાં ભાગ્ય માં વો દિન કહાં !!
વિસ્તાર માં તો મળતાં નથી પરંતું તેમની કચેરીએ પણ મળવાં મુશ્કેલ બની જાય છે. કેમકે,

ચૂંટાયાં પછી તેમનું કામ જનતા ની સેવા નહીં, પરંતું ફકત ઉદઘાટનો કરવાં અને ભાષણબાજી કરવી

તે તેમનું કામ મુખ્ય બની જાય છે. સેવા નાં નામે મેવા મેળવવાનો, ઝટપટ પૈસાદાર બનવાનો મુખ્ય

વ્યવસાય બની ગયો છે. કેમકે, જે નેતા પાસે ચૂંટણી પહેલાં કંઈ નહોતું તેની પાસે આજે બધું જ છે !!!

કયાંથી આવ્યું આ બધું ?!! કોઈ સવાલ કરતું નથી . બીજી ચુંટણી જીત્યાં પછી જુઓ કે તેની પાસે ગાડી

બંગલો , મોંઘું રાચ-રચીલું, નૌકર-ચાકર જેમ – જેમ તે ચૂંટણી જીત તો જશે તેમ-તેમ બે-શુંમાર દોલત

નો માલિક તે બનતો જશે. પરંતું જયારે ચૂંટણી ના સમયે ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરશે અને તેમાં

મિલકત દર્શાવવાનો વારો આવે ત્યારે તેનાં નામે ઘર પણ બોલતું નહીં હોય ! કેમકે, બે નંબર ની કમાયેલી

તમામ મિલકત તેને તેના સગાંવહાલાંઓ નાં નામે કરી દીધી હોય છે.
આ પરીસિથિતી માટે આપણે જ જવાબદાર છીએ. આપણે પોતે જ પોતાના પગ પર કોહોડો માર્યો

છે, તેથી આપણે જ હવે આ ભુલો ફરી ફરી થાય ને તે માટે હવે થી સતર્ક બની ને પગલાં ભરવાં પડશે.ભારત

નાં સાચાં નાગરિક હો તો આ ભુલ ને સુધારવા ની શરુઆત તમારાથી જ શરુ કરો , તમે માત્ર આટલું કરો.

– પ્રથમ વાત એ કે કોઈ પણ પક્ષ ને મહત્વ આપવાને બદલે વ્યકિતિને મહત્વ આપો. તમારા મતક્ષેત્ર

માં ઉમેદવારી નોધાવેલ વ્યકિતિઓના સંપુર્ણ ઇતિહાસ ને જાણી લો, કોઇ ક્રીમીનલ રેકર્ડ તો ધરાવતો નથી ને ?!

ખોટી છાપ ધરાવતાં ઉમેદવાર ને કયારેય પસંદ કરશો નહીં.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: