Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જુલાઇ 1, 2009

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!

પંદરમી લોકસભા નાં પરીણામો ઘણાં ક્રાંતિકારી કહી શકાય, કેમકે લોકસભા માં પહેલી વાર પચાસ કરતાં વદ્યુ મહિલઓ ચૂંટાઈને આવી. આ લોકસભાની ચૂંટણીમાં ૬૧ મહિલઓ ચૂંટાઈને આવી તેમાં ૩૦ મહિલઓ ભણેલી-ગણેલી શિક્ષિત મહિલાઓ ૪૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની યુવા સાંસદો છે.આ યુવા મહિલા સાંસદોમા કંઈક કરી બતાવવાનો, સમાજ અને રાષ્ટ્ર્ને પ્રગતિના પંથે આગળ દ્યપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો આપણાં ખંઈબદેલા અને રીઢા થઈ ગયેલાં મોટી ઉંમરનાં -ઘરડાં, છતાં ખુરશીનો મોહ જતો નહીં કરનારા રાજકારણઓ રોડ વરચેનાં બમ્પની જેમ પોતાનાં ખાતાં માટે ખેંચાતાણી કરીને આ યુવા મહિલાઓને ખાતાં ના સોંપે તો પણ આ યુવા સાંસદો ચોક્કસ પોતાની કુનેહ અને આવડતથી પોતાના વિસ્તારમાં તો સેવાની મહેંક પ્રસરાવશે જ એમાં કોઈ શક નથી જાણો આ યુવા મહિલઓને અને ગુજરાતી -યુવા ગુજરાતણો માત્ર ગરબા અને દાંડિયાં ખેલવાને બદલે થોડું રાજકારણ પણ ખેલો વિકાસ અને લોકશાહીને બચાવવા માટે !!

(૧). મૌસમ નૂર ; સૌથી નાની ઉંમરની ૨૭ વર્ષની માસુમ મૌસમ નૂર લઘુમતી સમાજ માટે પ્રેરણાદાયી સાંસદ છે.મૌસમ નૂર રાજનૈતિક કુંટુમ્બમાંથી આવે છે, તેના ચાચા ગની ખાન ચૌદ્યરી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે તથા તેમની માતા છેલ્લાં વીસ વર્ષથી દ્યારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા, પરંતુ તેમનું મૃત્યું થતાં તેમની જગ્યા એ સોનિયાજીએ એક તક મૌસમનૈ આપતાં, પશ્ર્વિમ બંગાળ ના માલદા (ઉત્તર) ક્ષેત્રેથી ચૂંટાઈને આવી.
અહીં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાને સુલઝાવવા અને પોતાની માતાના અદ્યૂરાં વિકાસનાં કાર્યોને પૂરા કરવા મૌસમ નૂર કટિબદદ્ય છે. આ માટે તેને કુટિર ઉદ્યેાગને ઉત્તેજન આપવાનાં યત્નો ચાલુ કરી દીદ્યા છે.

(૨). અગાથા સંગમા ; ૨૮ વર્ષની અગાથા સંગમા પૂર્વ લેાકસભા અદયક્ષ શ્રી એ.પી.સંગમા ની પુત્રી છે. અને મેઘાલય ની તુરા સીટ પરથી બીજી વાર ચૂંટાઈને આવેલ છે. યુવઓ અને મહિલઓને વદ્યારે સશકત બનાવવાને તથા પૂર્વોત્તર રાજયો અને શેષ ભારત વચ્ચેની ખાઈને મિટાવવા માંગે છે.અગાથા કાનૂની સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે.

(૩). શ્રૃતિ ચૌદ્યરી ; ૩૩ વયની શ્રૃતિ સારી વકતા છે. હરિયાણાનાં પૂ.મુખ્યમંત્રી શ્રી બંસીલાલ ચૌદ્યરીની પૌત્રી છે અને તેની માતા કિરણ ચૌદ્યરી હડડા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેનો સીધો મુકાબલો મંત્રી ઓમપ્રકાશ ચૌટાલા નાં પુત્ર અજય ચૌટાલા સાથે થયો હતો.તેને સીદ્યી માત્ત આપીને ચૂંટાઈ આવનાર શ્રૃતિ નું કહેવું છે કેઃ ‘ વિશેષ યુવઓ અને મહિલઓનાં સાથ-સહકાર મળવાથી તેની જીત થઈ અને તે વિશેષ યુવાવર્ગના ઉત્ત્થાન માટે કામ કરવા માંગે છે. ઓકસફોર્ડ યુનિ.માંથી કાનૂની ડિગ્રી મેળવનાર શ્રૃતિ ઓબામા બરાકથી ઘણી પ્રભાવિત છે અને તેની જેમ કામ કરવા માંગે છે.

(૪). હરસિમરત કૌર ; ૩૪ વયની હરસિમરત કૌર હાઈપ્રોફાઈલ બાદલ પરિવારની પુત્રવદ્યુ છે અને તે પંજાબ નાં ભટિંડા ક્ષેત્રેથી ચૂંટાઈને આવેલ છે. આ યુવા સાંસદ નું કામ અને જુંબેશ કાબિલે દાદને પાત્ર છે. ટેક્ષટાઈલ ડિજાઈનીંગ ની ડીગ્રી દ્યરાવતી હરસિમરત કન્યાભ્રૂણ ની થતી હત્યા નાં કલંકને જડથી ઉખેડવા અને આ રાજયમાં પુરુષ-સ્ત્રી ની સંખ્યાનાં તફાવત ને દુર કરવાં મકકમ રીતે કામ કરે છે. તેને માટે તેને ‘નન્હી ચાન ‘નામનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને તેમના પતિ સુખબીર સિંહ બાદલ મુખ્યમંત્રી બનતા આ કાર્યક્રમમાં વેગ આવ્યો છે. ભૂ્રણ હત્યા રોકાવા નાં કામની સાથે તે પર્યાવરણ નાં ક્ષેત્રે પણ કાર્યરત છે. તેને અહીં ની દ્યરતીને હરીર્ભરી હરિયાળી બનાવવાનું પણ બીંડુ ઝડપ્યું છે અને તેનું પણ તે અભિયાન ચલાવે છે.

(૫). મીનાક્ષી નટરાજન ; આમ ભારતીય તરીકે તરતજ યાદ રહી જાય તેવી સીદ્યીર્સાદી ૩૫ વયની મીનાક્ષી નટરાજન ગાંદ્યીજી નાં વિચારોને પોતાના જીવનમાં ઉતારી, પોતે પોતાના આચરણમાં અમલ માં મૂકીને એક જીવંત દ્રષ્ટાંત આપ્યું છે. સામાન્ય દેખાવ અને ખાદી પહેરતી મીનાક્ષી એ ચૂંટણી લડવા માટે પેાતાની પાર્ટી તરફથી મળેલ ભંડોળ નાં પૈસા બચતાં તે પૈસા પાર્ટી ને પરત કરીને એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત છ વખત ચૂંટાઈને આવતાં તેના સામે ઉભેલાં ઉમેદવાર શ્રી લક્ષ્મીનારાયણ પાંડે ને હરાવ્યાં. કાયદાની ડીગ્રી દ્યરાવતી મીનાક્ષી બેરોજગારો માટે કામ કરવાં માંગે છે. તનું માનવું છે કે રાજનિતી મની અને મસલ પાવરથી મુકત હોવી જોઈએ.

(૬). જયોતિ મિર્દ્યા ; ૩૬ વયની, વ્યવસાયે ડોકટર પણ દાદા નાથૂરામ મિર્દ્યા ની રાજનીતિ તેને પણ વારસા માં મળી હોય તેમ પહેલીવાર નાગૌર થી ઊભી રહી ને જીત પણ હાંસલ થઈ. જયોતિ ને બાલિકઓ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે કંઈક કરી જવાનો બુંલંદ ઈરાદો દ્યરાવે છે. રાજસ્થાનમાં પીવાના પાણી ની ખુબ જ મોટી સમસ્યા છે, તેને હલ કરીને લોકો ને ફલોરાઈડ મુકત પીવાનું પાણી મળે તે માટે તેની પાસે એક તૈયાર ફોર્મુલા તથા યોજના છે.

આ છે આપણી યુવા સાંસદો ની થોડીક ઝલક, પરંતુ આ બદ્યાં વચ્ચે એક સામ્ય છે કે આ બદ્યા નાં પરીવારોમાં એકાદ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલ છે અને તેથી વારસા ગત રાજનીતિ મળી હોય તેમ લાગે છે. તેથી આપણાં મનમાં પણ સવાલ થાય છે કે એક આમ આદમી ને પાર્ટી ટીકીટ કેમ આપતી નથી ? અને જો ટીકીટ આપે તો આપણી પ્રજા એટલે કે આપણે એક આમ આદમી ને મત આપી ને વિજય બનાવી એ ખરા ?!…
કેમકે, આપણે ભારતીયો હંમેશા અભિનેતા-અભિનેત્રી કે ખેલાડી થી આકર્ષાઈએ છીએ, (અને આ વાત નેતાઓ સારી રીતે જાણે છે તેથી પ્રચાર માં હીરો-હીરોઈનો તથા ખેલાડીઓ ને સાથે લે છે અથવા ચૂંટણીમાં ઊભાં રાખે છે અને હીરો-હીરોઈનો તેના બદલામાં પૈસા લે છે) અને તેનો ભરપુર ફાયદો આ રજકારણીઓ ઉઠાવે છે. જે સમાજસેવાનો ‘ક’ એ ન જાણતો હોય તેવાં હીરો-હીરોઈનો ને કે ખિલાડીને આપણી ભોટ પ્રજા હોંશે-હોંશે અને ખોબલે ખોબલે મત આપી ને વિજયી બનાવી શોભા નાં ગાંઠિયાં ની જેમ વિદ્યાન સભા કે સંસદસંભા માં બેસાડી દે છે.ઓબામા બરાકની જેમ ભારતમાં આમ આદમી સીદ્યો વડાપ્રદ્યાન બને તે વાત આપણે પોતે જ અશકય બનાવી છે. કેમકે, આમ આદમી ને પાર્ટી ટીકીટ નથી આપતી કે આમ આદમી ચૂંટાઈને નથી આવતો તેનું મુખ્ય આ જ કારણ -આપણી આવી માનસિકતા!! તમારું શું કહેવું છે?..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: