Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જુલાઇ 1, 2009

બાળ મજુરી ! મુરજાતું ફુલ, કચડાતું બાળપણ !!

બાળ વિશ્વદિન ની મોટી-મોટી વાતો કરનારા આપણે તથા સમાજ્નાં કહેવાતા સમાજસેવકો જુઓ આ તસ્વિરો

અને આ માસુમો ને અને સમજો તેમની મજ્બુરીને ! બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.

– તેને માટે આપણે જ આગળ આવવું પડશે, શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?

-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧). તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને… અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં “માનવ જયોત” નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે. તે સુપેરે પક્ષીઓનાં કુંડાઓ બનાવીને દરેક જાહેર જગ્યાએ કે એર્પાન્ટમેન્ટમાં લટકાવીને પક્ષીઓને પાણી પીવડાવાં જેવું, આપણને નાનું લાગતું આ મોટું કામ આ સેવાભાવી સંસ્થા કરે છે, કોઈપણ પ્રચાર કે પબિલસીટી ની લાલચ વગર !!

(૨). સૌ પ્રથમ તો તમે તમારી આજુબાજુ આવા બાળકો હોય તો તેની માહિતી આપ આપણી રજાનાં દિવસો માં મેળવી ને તેને તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩). કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે !

(૪) વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!

(૫) તમે ખરેખર મનુષ્ય હોય તો માનવી ની માનવતા બતાવવાનું ભુલતાં નહીં !! આટલું અમલ માં મુકો તો શિક્ષણ અને રાષ્ટ્ર્ બંને ઊંચા આવી જ્શે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: