Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જુલાઇ 1, 2009

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

(સમાચાર લાઈન સૌજન્ય ;અકિલા દૈનિક)

આ સમાચારો તમે અનેક દૈનિકોમાં વાંચ્યાં અને સાંભળ્યા હશે. ઉચ્ચશિક્ષણ મેળવેલાં, આધુનિક ગણાતાં, ટેકનોલોજી અને વિજ્ઞાન માં આગળ પડતાં ગોરાઓ, આપણને અંધશ્રદ્ધાળુ, ઊંચ-નીચ નો ભેદભાવ રાખતાં, અભણ-ગમાર કે એકવીસમી સદીથી પાછળ ગણે છે.અને આપણે છીએ પણ ખરા !! કેમકે હજુ સુધી આપણે ઊંચ-નીચનાં ભેદભાવ રાખીએ છીએ, આજે પણ ભારત માં ઘણાં ગામડાઓ અને નાનાં શહેરોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, તેમને અછુત ગણવામાં આવે છે. ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ મેળ્વયું હોય છતાં અને શહેરમાં રહેતાં હોય છતાં, કેટલાંય લોકો માનસિક રીતે તો દલિતો ને નીચી નજરેથી – તેમનાથી નીચા જ ગણે છે !

આપણે ભારતીયો- કુતરા-બિલાડા, ગાય-ભેંસ જેવા પ્રાણીઓ ને હોંસેથી પાળીએ છીએ-પોસીએ છીએ, તેમનાથી કોઈ અંતર રાખતાં નથી, પરંતું એક જ શરીર રચના, એક જ લોહી દ્યરાવતાં આપણે, માણસ-માણસ વચ્ચે ભેદ રાખીને -એક માણસ બીજા માણસ ને અછૂત ગણે તેનાથી મોટું અચરજ અને મોટી શરમની વાત કંઈ હોઈ શકે ?! જો આ વાત પશુઓ સમજી શકતાં હોત તો આપણાં પર જરુર હસતાં !!

જાણીતા પત્રકાર શ્રી ઉર્વેશ કોઠારી એ તેમના બ્લોગનાં લેખ માં સાચે જ કહ્યું છે કે હાલ માં તો ઓસ્ટ્રેલીયા માં રહેલાં ભારતીયો
” ઓસ્ટ્રેલિયા ના દલિતો ” કહેવાય !!

પરંતું હાલ માં આપણે ગોરાઓની વાત કરવાની છે કેમકે, આપણાં કરતાં ઘણાં આગળ નીકળી ગયેલાં આ પસ્ચિમ નાં કહેવાતા આધુનિક વિચાર વાળા ગોરાઓ જયારે આપણાં કરતાં બે પાવડા ઊંધા વાળે તેમ આ ભેદભાવ વાળી વિચારસરણી માં આપણાં કરતાં ઘણાં પાછળ છે, તેમ આ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં થયેલાં ભારતીયો પર નાં હુમલાઓ પરથી લાગે છે.હજુ પણ હુમલાઓ ચાલુ જ છે.
આ લખાય છે ત્યાં ગઈ કાલે હૈદ્રાબાદ નાણ અલી રાજા ખાન નામનાં ભારતીય પર બે ઓસ્ટ્રેલિયન સ્ટુપીડ સ્ટૂડન્ટૉ એ હુમલો કરી જખ્મી કરી ને લુંટી લીધો અને તેજ કહેવાતી ત્યાં ની પોલીસ આવાં હુમલાં ખોરોને પકડવા ને બદલે આડાં-અવળાં ફાંફા મારે છે.

એશિયાનાં સૌથી વધુ વિધાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં ભણવા જાય છે. પરંતું ત્યાં ની બિલાડા નાં ટોપની જેમ ફૂંટી નીકળેલી શિક્ષણ સંસ્થાઓ કેટલી માન્ય છે તે આપણાં ભારતીયો તો શું, પરંતું ઓસ્ટ્રેલિયનો ખુદ નથી જાણતાં !! તે ડીગ્રી કેટલી માન્ય છે ?, તેનાથી શું લાભ થશે ? તેનાથી નૌકરી મળશે કે નહીં ? આ બધું રામ જાણે ?? આપણે તો બસ હરખાયે છીએ, મારા બાબા કે બેબી ને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો છે ! સમાજ માં વટ પડી ગયો ! આ વટ પાડવા માં આપણે ચવાણાં નાં ભાવ માં તૂટી ગયાં હોય , માથે દેવા નો ડુંગર હોય તોય છાતી ઠોકીને ફરવાનું ?! કેમકે, છોરા-છોરી નું કયાંક ઝલ્દી ગોઠવાઈ જાયને ?! ભયો ભયો ભાઈ !! આ છે આપણી મોનોપોલી !

જયારે ગોરાઓ ને તો ચાન્સ મળે તો હજુએ તેમને આપણાં પર રાજ કરવું છે. શ્વેત-અશ્વેત જેવાં રંગભેદો નું બિજ તો વર્ષોથી તેમને બોઅઈ દીધું છે. ખબર નથી તેમને કંઈ આભડછેટ નડે છે, પરંતું એટલી વાત ચોક્કસ છે કે આપણૉ વિકાસ તેમને જોયો જાતો નથી !! આપણે આગળ આવી એ તેમા તેમની સત્તા લુંટાઈ જાય છે, તેમને આખા વર્લ્ડ પર રાજ કરવું છે. ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસતરફ મોટી હરણફાળ ભરી રર્હ્યો છે ત્યારે તે જોઈને આ લોકો નાં પેટ માં તેલ રેડાય છે !!

આપણી ગરીબ પ્રજાના ફોટા પાડીને ત્યાં વિદેશમાં જઈને, બતાવી ને “ધીસ ઈઝ એ ઈન્ડિયા ” કહેનારા, આ વિકૃત માનસ વાળાં ગોરાઓ નાં હાલ માં ભારતીયો ને ખુલ્લે આમ લુંટતાં ફોટાઓ જોઈને હવે આપણે કહેવું જોઇએ ” ધીસ ઈઝ એ ઓસ્ટ્રેલિયા” !! પરંતું આપણાં માં તે કહેવાની ખુમારી આવી નથી , કેમકે જયાં સુધી આપણે આપણાં ભારતનાં શિક્ષણ ને ઊંચા દરજ્જાથી-ઊંચી નજરથી નહીં જોઈએ ત્યાં સુધી ખુમારી આવશે નહીં !! આપણ ને વિદેશી નામનાં માર્કા વાળી ચીઝ-વસ્તુઓનું વળગણ ઓછું નહીં થાય ત્યાં સુધી, આપણાં માં આવી ખુમારી નહીં આવે !

બાકી હાલમાં તો આ ગોરાઓ આપણાં થી નીચા !! કેમકે, “વસુંમ્બધૈવ કુટુંબકમ” ની ભાવનાં તેમનાં માં કયાં છે?!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: