Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જુલાઇ 18, 2009

રોજગારી

રોજગારી

(મારી આ ટુંકીવાર્તા સુરત થી પ્રગટ થતાં “હિન્દુ મિલન મંદિર” માસિક માં જુન ૨૦૦૫ ના અંક માં પ્રકાશિત થયેલ છે.)

શહેરના મુખ્ય રોડ પર દ્યમાચકડી મચી ગઈ હતી.જયાં જૂઓ ત્યાં ખાખી વર્દી વાળા નજરે પડતાં હતાં. ડંડા પછાડી – પછાડીને બદ્યા રેકડીવાળા લારીઓવાળા તથા ફૂટપાથ પર પાથરણાં પાથરીને નાની-મોટી ચીજવસ્તઓ વેચતા વેપારીઓને પોલીસ રોડ પરથી આઘા ખસેડતી હતી. જે માનતા નહોતા ને સામે આનકાની કરતાં હતા તેમને થોડા ડંડાનો સ્વાદ પણ પોલીસવાળા ચખાડતા હતા. રેકડીવાળા કે લારીઓ વાળા ખસવાનું નામ ન લે તો તેમની વસ્તુઓ લારીઓ પરથી ફેંકીને ઘા કરતા લારીઓવાળાને ખસવું પડતું. પણ ખસી – ખસીને જાય કયાં ? કારણ કે હવે જગ્યા જ નહોતી. વચ્ચે રોડ હતો અને ફૂટપાથ પર પબ્લિકનો જમેલો હતો. હકડેઠઠ ભીડ જામવા માંડી હતી. બે બાજુના રોડ ક્રોસ કરીને પોલીસે ત્યાંથી આવતાં વાહનોની અવર – જવર અટકાવી દીદ્યી અને બદ્યા વાહનોવાળઓને પાછા વળવું પડતું હતું. એમાં વળી રીક્ષાવાળા અને સ્ટલીયા ભરતાં છકડાવાળાઓની હાલત તો એકદમ ખરાબ થઈ ગઈ.પોલીસે રસ્તો બંદ્ય કરી દીધો તેથી પેસેન્જરોને અદ્યવચ્ચે ઉતાર્યા વગર છૂટકો નહોતો. પેસેન્જરો પછી ભાડું આપવામાં રકઝક કરવા માંડયા.ઘણાં રીક્ષા ના ડ્રાયવરો ને ઘણાં પેસેન્જરોને અડદ્યાં રસ્તે ઉતારી દીદ્યાં હોવાથી ભાંડું શાનું મળે ? કહીને ભાડું જ આપયું નહીં. આથી રીક્ષા ના ડ્રાયવરો દ્યૂઆંપૂઆં થઈને આ બધો તમાશો શાનો છે ? તે જોવા એકબાજુ ઊભા રહ્યાં. તેમાં વળી નવી પરિસ્થિતિ ઊભી થઈ હવે તો જે રસ્તો બંદ્ય જોઈને પાછાં વળતા હતાં તેવા વાહનોવાળઓને હવે તો પાછાં વળવું પણ મુશ્કેલ પડી ગયું. કેમકે ત્યાં હવે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પરંતુ આ બદ્યી દ્યમાલ શાની હતી ?! દ્યમાલ બદ્યી વડાપ્રદ્યાન વિદ્યાનસભાની ચૂંટણી માટે પોતાની પાટીર્ના અહીં ઊભા રહેલાં ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી રહ્યાં હતાં તેની હતી. આથી જે રોડ પરથી શાહી સવારીનો કાફલો પસાર થવાનો હતો તે રોડ પર પોલીસ વ્યવસ્થા કરવા માટે આવી હતી પરંતું અહીં તો અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ચાર રસ્તા પડતાં હતા તેમાં બે રસ્તઓ બંદ્ય કરવાથી ત્યાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. વાહનોવાળાના હોર્ન પર હોર્ન વાગતાં હતાં.

“અબે હટાના તેરે કો સુનાઈ નહીં દેતા કયાં ? સા’બ જગા નહીં હૈ કયા કરું ? મેરે સર પે ચઢ જાસા… “પોલીસવાળા એ એક ખૂણામાં જેમ તેમ કરીને ગોઠવાયેલાં પાણી પુરીવાળાને દ્યમકાવી રહ્યો હતો, “અબે એસે નહીં માનેગા તું ?…તેરો કો દંડ હી કરના પડેગા અરે તિવારી જરા એન.સી.પી. બુક લાના…,’

તિવારી પણ આવી ગયો રોકડી કરવા માટે. “ચલ અબે ઢાઈસો રુપૈયા નિકાલ.” ” સા’બ પૈસા તો એક ભી નહીં હૅ ? દયા કીજીયે ..સા’બ !” શામુ કરગરતો રહ્યો ને પોલીસે લારી પર પડેલો પૈસાનો દાબડો ખોલ્યો, પચાસ સાઈઠ રૂપિયાની પરચૂરણ પડી હતી. તે સાવરી લઈને ખાલી દાબડો પછાડયો, “ચલ અબ યહ પાનીકી મટુકી ઔર્ યહ પુરીઓકા કબાટ ઊઠા કે વહા સામને કોમ્પલેક્ષ કે અંદર ચલા જા, લારી યહાં હી રહને દે…” – ના છૂટકે શામુને તેમ કરવું પડયું.

ખાલી પડેલી લારી પર લોકો ચડી ગયા ને વડાપ્રદ્યાન ની ગાડી નીકળવાની રાહ જોવા લાગ્યા. ત્રણ કલાકની દ્યમાલ પછી શાહી સવારી નીકળી. વડાપ્રદ્યાન પોતાની કારમાંથી હાથ કાઢીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં.થોડીવાર પછી બાજુના મેદાનેથી લાઉડસ્પીકરમાંથી વડાપ્રદ્યાનનો અવાજ સંભળાવા લાગ્યો. શામુનું મોં રડવા જેવું થઈ ગયું હતું.

“હમ વાદા કરતે હૈ કે હમ ગરીબી કો હટા દેંગે સબકો હમારી સરકાર આને પર હર એક ઘરમેં સે એક વ્યકિત કો નૌકરી દેગે ઔર બેકારી દૂર કરેંગે. સબકો રોજી – રોટી મિલેંગી કિસીકો ભૂખા નહીં સોના પડેગા રોજગારી કી તકે બઢાયેંગે…” શામુના કાને આ અવાજની સાથે સાથે તેની પત્નીનું ડૂસ્કું અને ત્રણ માસુમ બાળકોના રડવાનો અવાજ અથડાતો હતો. કેમકે આજે તેના ઘરનો ચૂલો સળગવાનો નહોતો.

– પ્રવિણ કે.શ્રીમાળી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: