Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જુલાઇ 25, 2009

શબ્દો નો જાદુગર!!

યારેક સર્જક કે જે લખ્યું હોય તે તેને અનુભવ્યું ન હોય તેવું, બનતું હોય છે. કોઈક લેખક “તરવા ની કળા” પર પુસ્તક આખું લખ્યું હોય પણ બની શકે કે તેને જ તરતાં આવડતું ન હોય !! કોઈક “કરોડપતિ કૈસે બને” અથવા ” પૈસે કૈસે કમાયે ” લખનાર બની શકે કે રોડપતિ કે બેકાર હોય !! ક્રિકેટ પર લેખ લખનારે બની શકે કે કદી હાથ માં બેટ કે દડો પકડ્યો ન હોય !!

– પ્રસિદ્ધ ઉકિત છે ને કે “જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કવિ કલ્પના ની સેર કરતાં – કરતાં પહોંચે તે વાત તો ઠીક પણ જયારે કોઇ લેખક-પત્રકાર (ચોથી જાગીર) આ રીતે પહોંચી ને પબ્લિક નાં માથે કોઈ કોલમ કે લેખ-લખાણ ફટકારી દે તો તે બની શકે કે તે ભયજનક બની જાય !! આ વાત પર વાંચો આ જોકસ અને મારી આ કવિતા…

એકવાર આ વરસાદી મૌસમમાં એક કવિ મહાશય રસ્તા વચ્ચે ચાલતાં-ચાલતાં, રસ્તાં માં આવેલ એક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી ગયા…તેને બચાવ..બચાવ…ની બૂમો પાડી. ત્યાંથી પસાર થતાં એક દારૂડિયાની નજર પડી… “અરે તમે કોણ ?! અને આ રીતે અંદર કઈ રીતે પહોંચી ગયા?!

કવિ મહાશય રડમસ અવાજે બોલ્યા, “અરે, યાર હું કવિ છું અને ભૂલથી ખુલ્લાં ઢાંકણાં વાળી આ ગટરમાં પડી ગયો છું. પ્લીઝ મને બહાર કાઢો…”

દારૂડિયો બોલ્યો, “બહુત ખુબ..આપ કવિ છો ! માટે જ જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ…તમે પહોંચી ગયા, હવે બેઠાં-બેઠાં કવિતાઓ લખજો…આવજો!! ”
148607tg6rggnb0l
(ઈમેઝ ; સાભાર “રાધા વિના નો કાન” ના મને મળેલ ઇમેલમાંથી)

શબ્દો નો જાદુગર!!

ઝરમર..ઝરમર…
છમ્મ…છમ્મ..છમ્મ…
ટપક..ટપક..ટપક…
તને બોલાવવાં કયારનીયે સાદ કરું હું…
-અને તું છે એક કે ગરમ રજાઈમાં લપાઈ ને જોયા કરે…
કોરો રહી ને…
-પણ પછી લખીશ,’વર્ષા માં ભીંજાઈ ગયો હું ને તમે યાદ આવ્યા..’

જુઠો…શબ્દો નો જાદુગર!!…બીજુ શું?!…

-પ્રવિણ કે.શ્રીમાળી

Advertisements

Responses

  1. કવી મહાશય, આપશ્રી તો શબ્દોના જાદુગર પણ છો ને ભાઈઈઈઈઈ

  2. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
    પર્સ ખાલી જોઈ ને તમે યાદ આવ્યા !
    ( આવ્યાં અને આવ્યા વચ્ચેનો ભેદ નોંધ કરો ! )

    આવી બીજી રચનાઓ વાંચો અને એ સંગ્રહ સમૃધ્ધ કરો –
    http://dhavalrajgeera.wordpress.com/2009/07/17/two-line-rhyme/

  3. 🙂 very nice!!kavito pahochi javaano!aana parthi tame mane ek line aapi che,gazal banshe etale tamne kahish.

    Sapana

  4. જોરદાર સાહેબ ,

    આમ પણ મે સાભળ્યુ છે,દારુ પી ને માણસ સાચુ બોલે છે…જ્યા ના પોચે રવી ત્યા પોચે કવી..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: