Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | સપ્ટેમ્બર 15, 2009

ધરી દઉં!

( મારી આ ગઝલ ઉ.ગુજરાતના લોકપ્રિય દૈનિક અખબાર “રખેવાળ” માં તા.૦૪.૦૩.૨૦૦૨ માં તેની પૂર્તિ માં પ્રકાશિત થયેલ)

2408535634_f9953a5dbf

ધરી દઉં!

લાવ તારી આંખોને સપનાઓથી ભરી દઉં!
તારું પ્રતિબિંબ જોવા માંગને દિલનો આયનો ધરી દઉં!

ખૂબ દોડી છે જિંદગી તારી,
લાવ તારા થાકેલાં દિલને મારી હૂંફનો વિશ્રામો ધરી દઉં!

ખાલીપામાં હર માનવી ઝૂરે છે સનમ
લાવ તારા ખાલીપાને મારી લાગણીથી ભરી દઉં!

કહે છે હર માનવી પ્રેમમાં બને છે આંધળો
લાવ તારા અંધાપાને મારી આંખોની રોશનીથી ભરી દઉં!

મોરના આંસુ પી’શે ઢેલ, સનમ!,
લાવ તારા આંસુને ખુશીનો સાગર ધરી દઉં!

વરમાળાના બંધને બંધાય છે હર માનવી
લાવ તારા ગળાને મારા હૈયાંનો હાર ધરી દઉં!

સપ્તપદીના ફેરા ફરે બધાં, પછી પૂરા કરે કોણ?
લાવ તારી હર આરઝુના હું ફેરા ફરી દઉં!

પ્રિયતમાની ખુશીની માંગ ભરે છે હર માનવી
લાવ તારી માંગને ખુશીનાં હર રંગથી ભરી દઉં!

‘પ્રવિણ’ તમારા હર અરમાન પૂરાં કરશે, સનમ!
લાવ તારો હાથ ને મૂક માથે, ફોક જાય વચન તો જાન ધરી દઉં!

-પ્રવિણ કે.શ્રીમાળી

Advertisements

Responses

  1. બહુજ સુંદર રચના!

  2. saras gazal.
    vaachavi gami pravinabhai, zurapo samvedanshil che.

  3. ધરી દઉં!

    Bahu saaru,

  4. વાહ ! દાદ દેવી પડે. સુંદર રચના.

  5. મોરના આંસુ પી’શે ઢેલ, સનમ!,
    લાવ તારા આંસુને ખુશીનો સાગર ધરી દઉં!
    jakas.keep it…
    bhu j gami a line….

  6. ખાલીપામાં હર માનવી ઝૂરે છે સનમ
    લાવ તારા ખાલીપાને મારી લાગણીથી ભરી દઉં!

    wah tame to bahu saras lakho cho.mara dilni vat lage che.
    sapana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: