Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | નવેમ્બર 4, 2009

મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

આજ ની તારીખે એટલે કે ૦૪.૧૧.૦૪ ના રોજ મારા સંસાર રૂપી બાગ માં એક ફૂલ ખીલેલું જેનું નામ હર્ષ. આજે મારા પુત્ર હર્ષનો પાંચમો જન્મદિન. રજાઓ દરમિયાન માંડવીના બીચ પર રેતીમાં રમત રમતાં તેની કહેલી એક વાત મને હજુ પણ યાદ છે અને આ વાતમાં તેના માં રહેલ આશાવાદી સૂર જે વ્યકત થયો તે મારા દિલમાં ઊંડે સુધી ઊતરી ગયો, તે સૂર કદાચ તમને સૌ ને ગમશે જે આ અછાંદશ માં છે. જે અહીં રજૂ કરું છું.

હર્ષ ને જન્મદિન પાઠવવા માટે તો અમારી પાસે તો માત્ર અંતર ની લાગણી જ છે, પરંતુ શબ્દો જડતાં નથી. અમારા અંતરના આર્શિવાદ તો હંમેશા તેની સાથે જ છે કે તેની ઉંમર કરતાં પણ વધુ જે બુદ્ધિ અને જ્ઞાન તેનામાં છે તે સદાય દેદીપ્યમાન રહે તે જ અંતરની અભિલાષા.

Dear All Friends,

Very Happy day for our, Because today Birthday of my son. He is a five Years old. I have Invite heartily to Every One for his Birthday party,

-Pravin & Nayna (Nainu)
And “Yuvarojagar Family”

PK-Cake

હર્ષે, દરિયા કિનારે રેતી થી ઘર બનાવ્યું,

દરિયા ના ઊંછળતા મોંજાની એક છાલક…

-અને ઘર રહસ-તહસ…

ફરી થી તેને ભીની રેતી થી ઘર બનાવ્યું,

-ફરીથી ઊછળતા એક મોંજાની થપાટ…

-અને રેતીનું ઘર રહસ-તહસ…

હાર્યા વગર ફરીથી તેને ઘર બનાવ્યું,
-અને ફરી…!
મેં કહ્યું, ‘બેટા, તું કિનારે ઘર બનાવીશ તો આમજ થશે,
શા માટે વારંવાર તું મહેનત કરે છે?

તેની ભાષામાં તેનો જવાબ હતો,
“પપ્પા, આપણે ભૂંકંપ માં ઘર પડી ગયા તો,
શું ફરીથી નવા ના બનાવ્યાં?…”

-પ્રવિણ કે.શ્રીમાળી

(સર્જન પછી વિસર્જન અને વિસર્જન પછી ફરી થી સર્જન તે કુદરતી અને પ્રકૃતિ નો નિયમ છે. અને આશા અમર છે.)


Responses

 1. Harsha …enjoy
  you have brought a great joy for family
  and friends.Happy birth day with blessings.

  Ramesh Patel(Aakashdeep)

 2. Sorry… a day late..! Happy B’day to Harsh.. May God bless him with happiness,he get wotever is good for him…

 3. Pravinbhai, Happy Birthday to Harsh
  हर्षामर्श्भयग्वेगो मुक्तो य सह मे प्रियः -भगवद्गीता
  મને હર્ષના નામ પરથી ભગવદગીતાનો સન્દર્ભ યાદ આવ્યો…

 4. Happy Birthday to Harsh. Congratulations.

 5. હર્ષને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા…..

  A good thought at the small age, can cultivate to a rich heritage and an outstand personality with the progress of time….

  Wish your child all the blessings from almighty

  Regards

 6. (સર્જન પછી વિસર્જન અને વિસર્જન પછી ફરી થી સર્જન તે કુદરતી અને પ્રકૃતિ નો નિયમ છે. અને આશા અમર છે.)
  a line kub j gami…..
  by the way happy birthdy to harsh..god bless his
  & give all happiness…
  shilpa……

 7. હર્ષની અંતરના આશીષ. તમને બન્નેને પણ. શ્રેષ્ઠ માવતર બનો.

 8. ગુલાબશું બાળક સંસારે સુંગંધ મહેંકાવતું સદા પ્રફુલ્લિત રહે એવી જન્મ દિને શુભેચ્છા.આપના
  કુટુમ્બમાં આનંદ ઉલ્લાસ છલકતો રહે એવી પ્રભુ પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. બુદ્ધિ અને જ્ઞાન સદાય દેદીપ્યમાન રહે.
  તમારા પૂત્રને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા

 10. પ્રિય પ્રવિણભાઈ,

  તમારા બગીચાના ફૂલને દિલથી દુઆ …ભગવાન કરે તમારા બાગને વરસો સુધી મહેકાવે અને પોતાના નામ્મથી દુનિયાનુ તથા તમારુ નામ રોશન કરે..તમારા પુત્રમા પણ તમારા પૂરતા ગુણ છે પોઝેટિવ એટેટ્યુડ..
  સપ્ના

 11. તમારા પૂત્રને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા…! મોતો થઈ તમારું અને તમારા પરિવારનું નામ રોશન કરે તેવી આશા..સહ આશિર્વાદ….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: