મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

આજ ની તારીખે એટલે કે ૦૪.૧૧.૦૪ ના રોજ મારા સંસાર રૂપી બાગ માં એક ફૂલ ખીલેલું જેનું નામ હર્ષ. આજે મારા પુત્ર હર્ષનો પાંચમો જન્મદિન. રજાઓ દરમિયાન માંડવીના બીચ પર રેતીમાં રમત રમતાં તેની કહેલી એક વાત મને હજુ પણ યાદ છે અને આ વાતમાં તેના માં રહેલ આશાવાદી સૂર જે વ્યકત થયો તે મારા દિલમાં ઊંડે સુધી ઊતરી ગયો, તે સૂર કદાચ તમને સૌ ને ગમશે જે આ અછાંદશ માં છે. જે અહીં રજૂ કરું છું.

હર્ષ ને જન્મદિન પાઠવવા માટે તો અમારી પાસે તો માત્ર અંતર ની લાગણી જ છે, પરંતુ શબ્દો જડતાં નથી. અમારા અંતરના આર્શિવાદ તો હંમેશા તેની સાથે જ છે કે તેની ઉંમર કરતાં પણ વધુ જે બુદ્ધિ અને જ્ઞાન તેનામાં છે તે સદાય દેદીપ્યમાન રહે તે જ અંતરની અભિલાષા.

Dear All Friends,

Very Happy day for our, Because today Birthday of my son. He is a five Years old. I have Invite heartily to Every One for his Birthday party,

-Pravin & Nayna (Nainu)
And “Yuvarojagar Family”

PK-Cake

હર્ષે, દરિયા કિનારે રેતી થી ઘર બનાવ્યું,

દરિયા ના ઊંછળતા મોંજાની એક છાલક…

-અને ઘર રહસ-તહસ…

ફરી થી તેને ભીની રેતી થી ઘર બનાવ્યું,

-ફરીથી ઊછળતા એક મોંજાની થપાટ…

-અને રેતીનું ઘર રહસ-તહસ…

હાર્યા વગર ફરીથી તેને ઘર બનાવ્યું,
-અને ફરી…!
મેં કહ્યું, ‘બેટા, તું કિનારે ઘર બનાવીશ તો આમજ થશે,
શા માટે વારંવાર તું મહેનત કરે છે?

તેની ભાષામાં તેનો જવાબ હતો,
“પપ્પા, આપણે ભૂંકંપ માં ઘર પડી ગયા તો,
શું ફરીથી નવા ના બનાવ્યાં?…”

-પ્રવિણ કે.શ્રીમાળી

(સર્જન પછી વિસર્જન અને વિસર્જન પછી ફરી થી સર્જન તે કુદરતી અને પ્રકૃતિ નો નિયમ છે. અને આશા અમર છે.)

11 thoughts on “મારા પુત્ર નો આજે જન્મદિન અને એક અછાંદસ – સર્જન-વિસર્જન !

  1. (સર્જન પછી વિસર્જન અને વિસર્જન પછી ફરી થી સર્જન તે કુદરતી અને પ્રકૃતિ નો નિયમ છે. અને આશા અમર છે.)
    a line kub j gami…..
    by the way happy birthdy to harsh..god bless his
    & give all happiness…
    shilpa……

  2. ગુલાબશું બાળક સંસારે સુંગંધ મહેંકાવતું સદા પ્રફુલ્લિત રહે એવી જન્મ દિને શુભેચ્છા.આપના
    કુટુમ્બમાં આનંદ ઉલ્લાસ છલકતો રહે એવી પ્રભુ પ્રાર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. પ્રિય પ્રવિણભાઈ,

    તમારા બગીચાના ફૂલને દિલથી દુઆ …ભગવાન કરે તમારા બાગને વરસો સુધી મહેકાવે અને પોતાના નામ્મથી દુનિયાનુ તથા તમારુ નામ રોશન કરે..તમારા પુત્રમા પણ તમારા પૂરતા ગુણ છે પોઝેટિવ એટેટ્યુડ..
    સપ્ના

Leave a reply to Ramesh Patel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.