Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ડિસેમ્બર 10, 2013

શું દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે?!!! રાષ્ટ્રપતિ શાસન ના વાગી રહ્યાં છે પડઘમ

શું દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે?!!! રાષ્ટ્રપતિ શાસન ના વાગી રહ્યાં છે પડઘમ

દિલ્હીમાં ત્રિશંકુની સ્થિતી પેદા થતા અને “આપ” એ સ્પસ્ટ રીતે ભાજપ ને ટેકો આપવાનો ઈન્કાર કરતાં, ફરી ચૂંટણી થવાના અથવા રાષ્ટ્રપતિ શાસન લાદવાના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે એક વિચારવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રપતિ શાસન લાંબા (૫ વર્ષ સુધી) સમય સુધી લાદી ના શકાય એટલે ૨૦૧૪માં જયારે લોકસભા ની ચૂંટણી થાય તેની સાથે સાથે દિલ્હી વિધાનસભા ની આ ચૂંટણી પણ ફરીથી થઈ શકે. અને ફરી ચૂંટણી થાય તો તેનો કમ્મર તોડ ખર્ચો આખરે તો પ્રજાની કમર પર જ પડવાનો. અને “આપ” ના પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે “કોઈપણ પાર્ટીને બહુમત ન મળતા આમ આદમી પાર્ટી ફરીથી વિધાનસભ ચૂંટણી માટે તૈયાર થઈ ગઈ છે. પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોની બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારી કરવાનો નિર્ણય થયો છે. ”

તો આ ઉપરથી તો લાગે છે કે “આપ” ફરી ચૂંટણી થાય તેના મૂડમાં છે. જો ફરી ચૂંટણી થાય તો બની શકે કે જે બન્ને પાર્ટીઓ હાલમાં બહુમત ધરાવે છે, તેમાંથી એકને તો જરૂરથી નુકશાન થશે જ સાથે સાથે પ્રજાને તો સમય અને પૈસાનું પુરે પુરૂ નુકશાન છે. હવે સમય જ બતાવશે કે જો ફરી ચૂંટણી થાય તો મતદારો ના મૂંડ કેવા પળવારમાં પલ્ટી મારી દે છે, તેનો નઝારો અને દિલ્હી નો બદલાતો તખ્તો આપણને જોવા મળશે….આપણે તો ઈચ્છી છીએ કે ફરી ચૂંટણી થવાની નોબત ના આવે….

Advertisements

Responses

  1. આજે અમારા ઘરમાં આવી જ કંઈક ચર્ચા થયેલી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: