Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ફેબ્રુવારી 14, 2014

પ્રેમ, પ્રેમ શું કરો?, પ્રેમ ના જાણે કોઈ, જો જાણે તો ન રહે વેલેન્ટાઈન ડે!!

 

 પ્રેમ, પ્રેમ શું કરો?, પ્રેમ ના જાણે કોઈ, જો જાણે તો ન રહે  વેલેન્ટાઈન ડે!!

ઘણાં બધા મિત્રો અને સ્વજનઓ મને વારંવાર આગ્રહ કર્યો છે, કે તમે કંઈક લખો. હમણાંથી કલમથી સાવ અળગા થઈ ગયા છો, આ તેમના આગ્રહ અને પ્રેમ ભર્યા સુચન આગળ, સમય કાઢીને લખી રહ્યો છું.

    દોસ્તો “પ્રેમ” ના આ અઢી અક્ષર પર વિશ્વના દરેક ભાષાની સાહિત્યની  પોથીઓ ભરાઈ ગઈ છે, અઢળક લેખો, વાર્તાઓ અને કવિતાઓ – પ્રેમ થી ભરપુર પ્રકાશીત થઈ ગયા અને અઢી થી ત્રણ કલાકની ફિલ્મો બની ચૂકી.  અને તેમાં લો એક વધુ ઉમેરો… આદિકાલીન કવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ, રહીમ, કબીર થી લઈને આપણાં સુધી….ખુબ લખાઈ ગયું… પરંતુ આપણે તેને પચાવ્યું કયાં?? માત્ર આ એક દિવસના વેલેન્ટાઈન ડે માં?!! (‘પ્રેમ’ ને પચાવવા, સમજવા અને નિભાવવા આખી જીંદગી ટૂંકી પડે તો આ એક દિવસમાં શું તમે જતાવવાના?….માટે જ કબીરે સાચું જ લખ્યું છે –     
પોથી પઢ પઢ કર જગ મુઆ, પંડિત ભયો ના કોઈ
                      ઢાઈ અક્ષર પ્રેમ કે, જો પઢે સો પંડિત હોઈ
                                                            -કબીર

 

Mirabai                         Radhe krishna

મતલબ?
 મતલબ એ નથી કે નાદાનીમાં એકબીજાની નજરો મળી અને ઘરમાં હાથ ફેરો મારીને – મા-બાપને બાવા બનાવી ભાગી ગયા, એ શું પંડિત ?!! સાચા પ્રેમી પંખીડા?!!
 મને આ જ સુધી એક વસ્તુ મનમાં કઠયા કરે છે કે આખી જીંદગી  માતા -પિતા એ જે દિકરીને પ્રેમથી પાલવી હોય, તે મોટી થતા પુખ્તતાનો હકક સામે ધરીને બે પળ માટે મળેલાં અજાણયાં પુખ્ત છોકરાં ના પ્રેમને કઈ રીતે પચાવીલે છે ને પળવારમાં એક તરાજુ તેના પ્રેમીના પ્રેમ તરફ વધૂ પડતું નમી જાય છે, ને મા-બાપનું તરાજુને તેમના આખી જીંદગીના પ્રેમનું ઊંચું લટકાવીને પ્રેમી સાથે ભાગી જાય છે…બધા સંબંધ અને બંધન ફગાવીને!!! માતા- પિતાના પ્રેમનું શું?? તેમનાં પ્રેમ માં કંઈ કમી કે અધૂરપ – અપૂરતી?? 
                 
                  – મારું માનવું છે કે તેમના ‘પ્રેમ’માં અધૂરપ એટલે વિજાતીય આકર્ષણ. અને એ તો રહેવાનું જ…
                 
                    બીજી વાત મને એ પણ નથી સમજાતી કે આ બધા પ્રેમીઓ ને કેમ સાજા-નરવાં એટલે કે છોકરી હોય તો તેને હેન્ડસમ – રૂપાળાં છોકરાં સાથે જ અને છોકરો હોય તો તેને બ્યુટીફૂલ- સુંદર છોકરી સાથે જ પ્રેમ કરવો છે, કદરૂપા કે કદરૂપી સાથે નહીં (મતલબ અપંગ કે અંધ કે કદરૂપા ‘પ્રેમ’માં ન ચાલે) તો તેનો મતલબ તમે ‘પ્રેમ’ ના બહાનાં હેઠળ તમે માત્ર ને માત્ર,  જે તે વ્યકિતના બાહ્ય દેખાવને પ્રાથમિકતા આપો છો, તો તમે તેને કે તેના દિલને નહીં, પરંતુ શરીરને ચાહો છો…અને ત્યાં પ્રેમ ગૌણ બની જાય છે. પ્રેમ હાંસિયામાં ધકેલાય છે ને તે માત્ર વાસના કે માત્ર શરીર ભોગવવાની એષણા કે વિજાતીય આકર્ષણ બની જાય છે!! બીજુ શું!? શું આને કહેવાય કે પહેલી નજરે પ્રેમ?! તો આ નજર તો શરીરને જ જુવે છે, તેના દિલને નહીં તો સાચો પ્રેમ કઈ રીતે કહેવો?!! આ તો એક સ્વાર્થ થયો. અને સાચા પ્રેમમાં તો શરત કે સ્વાર્થ ચાલે જ નહીં …
radha-krishna-on-swing 
                     તો પછી સવાલ એ કે સાચો પ્રેમ કયો??
                   – જવાબ એ છે કે સાચો પ્રેમ રાધા-ક્રિષ્ણ નો, ગોપી –ક્રિષ્ણ નો,, મીરાંબાઈ –ક્રિષ્ણ નો –  નિઃસ્વાર્થ….કોઈ બાહ્યાકર્ષણ નહીં. વહેતા જળના ખળખળાટ અને ફુલના મઘમઘાટ જેવો. મેં કયાંય સાંભળ્યું નથી કે ક્રિષ્ણ આમાંથી કોઈની સાથે ભાગી ગયા હોય?!! ‘પ્રેમ’ની જયાં વાત હોય અને રાધા – ક્રિષ્ણ નો ઉલ્લેખ ન થાય તેવું કદાપિ બને?! 
                   – પ્રેમ એટલે  જેને કરતા હોવ તેના સુખ માટે ત્યાગ, બલિદાન અને ક્ષમા. બધા બંધન અને શરતોથી પર…ગાય ને ચારો ચરવા માટે મુકત કરી દો ને છ્તાંય સાંજે ફરી આવીને પોતાને ખીલે બંધાવવા આવીને ઊભી રહે, તો સાદી અને સરળ ભાષામાં તે માલિક પ્રત્યેનો ‘પ્રેમ’ (જે તમારું છે તે તમારું  મુક્ત રહીને પણ તમારું જ રહેવાનું  અને જે તમારું નથી તે બંધાઈને પણ તમારું નથી થવાનું,)  આ મુકત આકાશમાં ઊડવું એટલે પ્રેમ
                   
                    –

   – દોસ્તો આ ‘પ્રેમ’ સમજવો અને પચાવવો ખુબ જ અટપટો છે, તેના માટે આ વેલેન્ટાઈન ડે શું, આખી જીંદગી ટુંકી પડે……અને આ પ્રોમિશ ડે, રોઝ ડે, હગ ડે, કિસ ડે ,વેલેન્ટઈન ડે વિગેરે વિગેરે ડેટીંગ પર લઈ જવા માટે ના અને સાદી ભાષામાં અંગ્રેજોને સમય ન મળવાથી આવા દિવસો નક્કી કરેલાં અને આપણને આપણાં સાથી સાથે “પ્રેમ” કરવા માટે આખી જીંદગી મળે છે, છ્તાં હરખ પદુડા થઈને આ ડે વાળી તારીખો પાછળ પડયાં છીએ…આનાથી મોટું આચ્ચર્ય કયું હોઈ શકે?!!
                     

.

                     
                                                                                              

                                                                                                                                                                                                         -પ્રવિણ કે.શ્રીમાળી

 

 
  

 

Advertisements

Responses

  1. કહીને પ્રેમ ન થાય ! પ્રેમ એક અહેસાસ છે. જેને દિશા, સમય, યા સ્થળ સાથે કોઈ લેવાદેવા નથી. બસ એ તો પર્વતમાંથી નિકળતા ઝરણા સમાન છે.ભાન ન હોય તેને ગતિનું કે દિશાનું. બસ વહ્યા કરે , બસ વહ્યા કરે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: