સ્વાગત તથા પરિચય


Pravin Shrimali

 

પરીચય છે મંદિર માં દેવોને મારો  

અને મસિજદોમાં ખુદા ઓળખે છે

નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે

 • શૂન્ય પાલનપુરી

મારા આ દ્રિતિય ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને ‘યુવા રોજગાર’ નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારી ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.

હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં ‘કચ્છ’જિલ્લા ના આદિપુર માં રહું છું.આ’કલમ પ્રસાદી’ ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ મારા બ્લોગમાં મારી પોતાની રચેલ રચનાઓ કાવ્યો, ગઝલો, વાર્તાઓ,નવલિકા,નવલકથા વિગેરે ઉપરાંત કંઇક નવું જ પીરસ્સે જેવું કે કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, પણ ખરાજ. સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.

મારી અન્ય પ્રવૃતિઓ અને જીવન ઝલક;

– કોલેજ દરમિયાન NSS પ્રવૃતિઓ તથા યુવાપ્રવૃતિઓ જેવી કે સાહિત્ય લેખન-વાંચન, વક્તૃત્વ સ્પર્ધા કોલેજ માં યોજવી તથા કોલેજ માં યુવાઓ માં પડેલ સર્જન શકિત બહાર આવે તે માટે પ્રથમ વાર ભીંતપત્ર તથા મુખપત્ર શરૂ કર્યું તથા સંપાદન કર્યું.

-નાનપણ થી જ સાહિત્ય વાંચન નો કીડો, ધો-૮ માં ભણતો હતો ત્યારે બાળવાર્તા અને કવિતા લખી નાંખી અને મારી પ્રથમ બાળવાર્તા “વાર્તા રે વાર્તા” નામના બાળકો ના એક મેગેઝિન માં છપાઇ,ધો-૧૧માં હતો ત્યારે જ “જગત માં સુખ” તે કાવ્ય ૧૯૯૨ માં “નગર સંદેશ” નામના લોકલ અખબાર માં છપાઈ અને તે જ સમયે મારી હાઇસ્કુલ ના મુખપત્રમાં સહએડિટર બની સંપાદન કર્યું,ત્યારબાદ ઉ.ગુ ના લોકપ્રિય દૈનિક અખબાર” રખેવાળ” લગભગ દરરોજ લેખો, કવિતાઓ અને નવલિકાઓ મોકલતો અને તે છપાતી.
ત્યારબાદ મેં પાછું વળીને કદી જોયું નથી…

— કોલેજ ની સાથે-સાથે મારા યુવા મિત્રો ને ભેગા કરીને “ફ્રીડમ યંગ ગ્રૃપ ” નામનું ગ્રૃપ બનાવી ને રજાઓનાં દિવસે અલગ-અલગ ગામડાંઓ ની શાળાઓ માં જઈને વ્યસન મુકિત, અંધશ્રદ્ધા નાબુદી (શ્રીફળ માંથી ચુંદડી નીકાળવી, હાથમાંથી કંકુ ખેરવવું, ધુંણવૂં, માતાજી પ્રસન્ન થવા વિગેરે સામે બંડ પોકારવા માટે મારા રેસનાલિઝમ મિત્રો પોતે જાદુ તથા તરકીબ નાં પ્રયોગો બતાવી ને સમજ આપતાં કે આ ચમત્કાર નહીં,પરંતુ તરકીબ છે !!) પછાત વિસ્તાર તથા મહોલ્લઓમાં જઈને શેરી નાટક કરતાં અને તે દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસ કરતાં. આ ઉપરાંત શાળાના વિધાર્થીઓ ને નિબંધ કે વકતૃત્વ કે ગીત જેવી સ્પર્ધઓ યોજી ને આ ગ્રૃપ દ્વારા ઇનામ આપતાં,મેં હાલમાં આ ગ્રૃપ ને ટ્ર્સ્ટ બનાવીને રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમા હું મહામંત્રી હતો, હાલમાં પ્રમુખ છું.

— સિદ્ધપુર,મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ બાર એસોશિયન નો સભ્ય. સિધ્ધપુર બાર એસોશિયન માં ૨૦૦૨ માં સહમંત્રી રહી ચુકયો છું.

 • કોલેજ કાળથી “લોકશાહી સમર્થન” નામના લોકલ અખબાર માં સંવાદદાતા તથા પત્રકાર, આ ઉપરાંત “વિજય એકસપ્રેસ” (બ.કાં જિલ્લાનું દૈનિક અખબાર)માં તથા અમદાવાદ થી બહાર પડતાં લોકપ્રિય સુપ્રસિદ્ધ મેગેઝિન “આરપાર” માં પત્રકાર રહી ચુક્યો છું. “આરપાર” અને “ફીલીંગ્સ” માં હાલ પણ કદીક લખતો રહું છું. સિધ્ધપુર પત્રકાર એસોશિયન માં સભ્ય. વકીલાત ની સાથે-સાથે હાલ માં મારૂ પોતાનું અખબાર “યુવારોજગાર” શરુ કર્યું અને તેને બ્લોગ સ્વરૂપે ચાલુ કરતાં આ તમારા ગુજરાતી બ્લોગ જગતમાં આવી પહોંચ્યો…

અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.

તમારો મિત્ર,

પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન

[E-mail : premshrimali47@gmail.com, yuvarojagar@in.com

MY Blogs ;

“યુવારોજગાર” http://pravinshrimali.wordpress.com/

http://kalamprsadi.blogspot.com

http://yuvarojagar.gujaratiblogs.com/

Advertisements

Responses

 1. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
  વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
  વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
  નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
  સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
  ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
  ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
  *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
  * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
  વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
  ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
  * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
  બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
  ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
  વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
  ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
  છે.
  * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
  ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
  ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
  શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
  શીખવી સરળ બની જશે.
  * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
  વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
  ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
  મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
  તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
  ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
  “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
  રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
  રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
  કટિબદ્ધ છે.
  *ગુજરાતીલેક્સિકોન વિશે : *
  45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
  ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
  સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
  *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
  મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
  વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
  ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
  લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
  *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
  (*http://global.gujaratilexicon.com/
  *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
  ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
  છે.
  ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
  ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
  આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
  લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
  ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
  રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
  વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
  સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
  વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
  શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
  સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
  Phone : +91 79 40049325 / +91 9825263050

 2. Trackback…

  I came across this useful and interesting blog while doing an online search to come up with the relevant information that I was looking for to help me to complete my school intern research project….

 3. Hello, you used to write fantastic, wonderfull. I will more waite

 4. very good sir

 5. gujrat na mulyo ne aape gujarati ma mulviya se thanks

 6. Pravinbhai,
  I remember visiting your Blog before…..I am surprised that I did NOT post a COMMENT for this.
  I also know you had come to my Chandrapukar long time back.
  I WELCOME you to the GUJARATI WEBJAGAT !
  I ALWAYS have BEST WISHES for you !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pravinbhai, Hope to see you on Chandrapukar !

 7. good work !

 8. પ્રવીણભાઇ
  સરસ બ્લોગ બન્યો છે.અભિનન્દન.

 9. tamaru kam vndniy chhe a desha na yuvana mate nipravvauti mate tamari shathe su

 10. […] સ્વાગત તથા પરિચય […]

 11. યુવા રોજગાર દ્વારા આપ સમાજની સારી સેવા કરો છો પ્રવીણભાઇ.

 12. આપની અમુલ્ય સેવા- રોજગાર અન્વયે ઘણી જ સરાહનિય છે. આપનું સાહિત્ય સર્જન પણ લાં…બા સમયથી ચાલે છે એ જાણી આનંદ થયો. સમય મળ્યે વાર્તાઓની મોજ માણીશ..

 13. દ્વિતીય બ્લોગ માટે હાર્દિક સ્વાગત..તમારો ઉત્સાહ હંમેશ ટકી રહે અને સાહિત્ય માર્ગે આગેકૂચ થતી રહે તે જ અભિપ્સા. યુવાસ્યાત સાધુ, આષિસ્ઠ, બલીષ્ઠ, દ્ઢીષ્ઠ..યુવાન તે જે વૃત્તિનો સરળ, આશાવાન, દ્ઢનિશ્ચયી અને શક્તિવાન છે તેમ ઉપનિષદ કહે છે.

 14. આભાર સાહેબ, તમારો અમૂલ્ય પ્રતિભાવ અને સહકાર એ જ મારો પુરસ્કાર !!

 15. બ્લૉગવિશ્વમાં સ્વાગત છે પ્રવીણભાઈ. મૌલિક રચનાઓ આપતા રહેશો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: