Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ઓગસ્ટ 30, 2014

પાર્થને કહો કે ચડાવે બાણ – પાક. સાથેની ફલેગ મિટીંગ પણ નિષ્ફળ

પાર્થને કહો કે ચડાવે બાણ – પાક. સાથેની ફલેગ મિટીંગ પણ નિષ્ફળ

Namo images1પાકની અંવળચડાઈ આખી દુનિયા જાણેછે. આપણે વર્ષોથી દોસ્તીનો હાથ આગળ કરતાં આવ્યાં છીએ ને પહેલ પણ કરતાં આવ્યાં છીએ, કુતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની. જયારે – જયારે આપણાં વડાપ્રધાનોએ મંત્રણાઓ પાક. સાથે કરી છે, ત્યારે- ત્યારે એક તરફ મંત્રણાઓ ચાલતી રહે અને બીજી તરફ સીઝફાયરનો ભંગ કરીને બોર્ડર પર તો તેજ રાતે ગોલીબાર કરીને ભંગ કરતાં રહેવું તે પાક માટે તો આમ વાત બની ગઈ છે. આવી મંત્રણાઓ તે ઘોળીને પી જતાં હોય તો તેમની આ મંત્રણાઓ નો કોઈ અર્થ ખરો? એ આવી મંત્રણાઓ માત્ર ને માત્ર દુનિયાદારી બતાવા સારૂજ કરે છે એમાં કોઈ બે-મત નથી. એકતરફ શાંતિ મંત્રણા ચાલતી હોય અને બીજી તરફ ગોળીઓની રમઝટ બોલાવીને નાપાક ઈરાદોથી પાક અશાંતિ ફેલાવે અને તેમાં બિચારા સરહદી ગામનાં નિર્દોષ લોકો ભોગ બને. તેમના જાન-માલ અને સામન ને તો નુકશાન ઉપરાંત સ્થળાંત્તર કરતાં ભણતાં બાળકોના શિક્ષણ પર અસર પડે તે અલગ.

Namo images2ઈતિહાસ ગ્વાહ છે કે પાકનાં પ્રધાનમંત્રીઓની પક્ક્ડ તેમનાં જ લશ્કર પર સાવ ઢીલી હોય છે, લશ્કર તેમનાં કહ્યાંમાં હોતું જ નથી, અને લશ્કરને જેમ ફાવે તેમ સીમાઓ પર વર્તે છે. આ એક હકિકત છે. હવે તત્કાલિન આપણાં વડાપ્રધાન પણ ભરાઈ ગયાં છે. યુધ્ધ જાહેર કરવું એમ કોઈ સહેલી વાત નથી. અને ભારતનું લશ્કર જો કોઈ છમકલું કરે તો તેની નોંધ આખી દુનિયા લે છે અથવા પાક પોતે જ અમેરિકાની ગોદમાં બેસીને ફરિયાદ કરવાં માંડે. પરંતુ તેનો મતલબ એ પણ નથી કે આપણે ચૂપચાપ શહન કરતાં રહેવાંનું! ઈંટનો જવાબ પત્થરથીતો આપવો જ રહ્યો. આવાં ગોળીબાર કરીને પાક આપણાં લશ્કરનું ધ્યાન બીજી તરફવાળીને આંતકવાદીઓની ભારતમાં ઘૂસપેઠ કરાવે છે.

Namo imagesએક તરફ ચીન છે તો બીજી તરફ પાક. બેન્નેની દાનતો ખોરાં ટોપરાં જેવી જ છે, ત્યારે ભારતને હાથ પર હાથ રાખીને ખાલી મંત્રણાઓ કરે રાખીને કંઈ વળવાનું નથી. કુતરું ભોંક્તુ રહે તેમાં કંઈ વાંધો નહીં પરંતુ જયારે કુતરું આપણાં જ ઘરમાં ઘૂસીને આપણે કરડવાં આવે તો તેને ફટકારવું જોઈએ. મુર્શરફ જેવાં ભાગેડાંઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પડકારે અને આડકતરી રીતે કહે કે “મોદીએ એ ન ભુલ્વું જોઈએ કે પાક અણુ પરમાણુ રાષ્ટ્ર છે”. અરે ભાઈ તું કેમ ભુલી જાય છે કે હિન્દુસ્તાન પણ પરમાણુ ધરાવતું અણુ પરમાણુ ધરાવતું રાષ્ટ્ર છે. ખેર, પરંતુ શ્રી મોદીજીને એટલું જ કહેવું પડે કે “હવે યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો કે હવે ચડાવે બાણ”…..

 

Advertisements
Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ઓગસ્ટ 13, 2014

પુરબહારમાં

પુરબહારમાં
River of Sabrmati - Click - Pravin Shrimali -2River of Sabrmati -click- Parvin ShrimaliSwiming - click-Pravin Shrimali

વરસાદ પણ હવે છે પુરબહારમાં
ચૌમાસુ જામ્યું, હવે છે પુરબહારમાં

ઝાપટમાં તેની, ઘરને બેઘર
નાથ ને અનાથ કરે છે પુરબહારમાં

ઝડી વરસાવે છે કે કહેર
ઘુઘવાટા બંધ જળે છે પુરબહારમાં

પ્રિ-પ્લાન ને વરતારાં પડ્યા ઊંધા
જિંદગીઓ તણાયે છે પુરબહારમાં

ઈબોલએ નોંધાવી છે એન્ટ્રી
ગંદકી ને રોગચાળો ફાલ્યે છે પુરબહારમાં

                    - પ્રવિણ કે.શ્રીમાળી

(બધી તસ્વીરો ; પ્રવિણ કે.શ્રીમાળી દ્વારા કલિક)

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ફેબ્રુવારી 14, 2014

પ્રેમ, પ્રેમ શું કરો?, પ્રેમ ના જાણે કોઈ, જો જાણે તો ન રહે વેલેન્ટાઈન ડે!!

 

 પ્રેમ, પ્રેમ શું કરો?, પ્રેમ ના જાણે કોઈ, જો જાણે તો ન રહે  વેલેન્ટાઈન ડે!!

ઘણાં બધા મિત્રો અને સ્વજનઓ મને વારંવાર આગ્રહ કર્યો છે, કે તમે કંઈક લખો. હમણાંથી કલમથી સાવ અળગા થઈ ગયા છો, આ તેમના આગ્રહ અને પ્રેમ ભર્યા સુચન આગળ, સમય કાઢીને લખી રહ્યો છું.

    દોસ્તો “પ્રેમ” ના આ અઢી અક્ષર પર વિશ્વના દરેક ભાષાની સાહિત્યની  પોથીઓ ભરાઈ ગઈ છે, અઢળક લેખો, વાર્તાઓ અને કવિતાઓ – પ્રેમ થી ભરપુર પ્રકાશીત થઈ ગયા અને અઢી થી ત્રણ કલાકની ફિલ્મો બની ચૂકી.  અને તેમાં લો એક વધુ ઉમેરો… આદિકાલીન કવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ, રહીમ, કબીર થી લઈને આપણાં સુધી….ખુબ લખાઈ ગયું… પરંતુ આપણે તેને પચાવ્યું કયાં?? માત્ર આ એક દિવસના વેલેન્ટાઈન ડે માં?!! (‘પ્રેમ’ ને પચાવવા, સમજવા અને નિભાવવા આખી જીંદગી ટૂંકી પડે તો આ એક દિવસમાં શું તમે જતાવવાના?….માટે જ કબીરે સાચું જ લખ્યું છે –     
પોથી પઢ પઢ કર જગ મુઆ, પંડિત ભયો ના કોઈ
                      ઢાઈ અક્ષર પ્રેમ કે, જો પઢે સો પંડિત હોઈ
                                                            -કબીર

 

Mirabai                         Radhe krishna

મતલબ?
 મતલબ એ નથી કે નાદાનીમાં એકબીજાની નજરો મળી અને ઘરમાં હાથ ફેરો મારીને – મા-બાપને બાવા બનાવી ભાગી ગયા, એ શું પંડિત ?!! સાચા પ્રેમી પંખીડા?!!
 મને આ જ સુધી એક વસ્તુ મનમાં કઠયા કરે છે કે આખી જીંદગી  માતા -પિતા એ જે દિકરીને પ્રેમથી પાલવી હોય, તે મોટી થતા પુખ્તતાનો હકક સામે ધરીને બે પળ માટે મળેલાં અજાણયાં પુખ્ત છોકરાં ના પ્રેમને કઈ રીતે પચાવીલે છે ને પળવારમાં એક તરાજુ તેના પ્રેમીના પ્રેમ તરફ વધૂ પડતું નમી જાય છે, ને મા-બાપનું તરાજુને તેમના આખી જીંદગીના પ્રેમનું ઊંચું લટકાવીને પ્રેમી સાથે ભાગી જાય છે…બધા સંબંધ અને બંધન ફગાવીને!!! માતા- પિતાના પ્રેમનું શું?? તેમનાં પ્રેમ માં કંઈ કમી કે અધૂરપ – અપૂરતી?? 
                 
                  – મારું માનવું છે કે તેમના ‘પ્રેમ’માં અધૂરપ એટલે વિજાતીય આકર્ષણ. અને એ તો રહેવાનું જ…
                 
                    બીજી વાત મને એ પણ નથી સમજાતી કે આ બધા પ્રેમીઓ ને કેમ સાજા-નરવાં એટલે કે છોકરી હોય તો તેને હેન્ડસમ – રૂપાળાં છોકરાં સાથે જ અને છોકરો હોય તો તેને બ્યુટીફૂલ- સુંદર છોકરી સાથે જ પ્રેમ કરવો છે, કદરૂપા કે કદરૂપી સાથે નહીં (મતલબ અપંગ કે અંધ કે કદરૂપા ‘પ્રેમ’માં ન ચાલે) તો તેનો મતલબ તમે ‘પ્રેમ’ ના બહાનાં હેઠળ તમે માત્ર ને માત્ર,  જે તે વ્યકિતના બાહ્ય દેખાવને પ્રાથમિકતા આપો છો, તો તમે તેને કે તેના દિલને નહીં, પરંતુ શરીરને ચાહો છો…અને ત્યાં પ્રેમ ગૌણ બની જાય છે. પ્રેમ હાંસિયામાં ધકેલાય છે ને તે માત્ર વાસના કે માત્ર શરીર ભોગવવાની એષણા કે વિજાતીય આકર્ષણ બની જાય છે!! બીજુ શું!? શું આને કહેવાય કે પહેલી નજરે પ્રેમ?! તો આ નજર તો શરીરને જ જુવે છે, તેના દિલને નહીં તો સાચો પ્રેમ કઈ રીતે કહેવો?!! આ તો એક સ્વાર્થ થયો. અને સાચા પ્રેમમાં તો શરત કે સ્વાર્થ ચાલે જ નહીં …
radha-krishna-on-swing 
                     તો પછી સવાલ એ કે સાચો પ્રેમ કયો??
                   – જવાબ એ છે કે સાચો પ્રેમ રાધા-ક્રિષ્ણ નો, ગોપી –ક્રિષ્ણ નો,, મીરાંબાઈ –ક્રિષ્ણ નો –  નિઃસ્વાર્થ….કોઈ બાહ્યાકર્ષણ નહીં. વહેતા જળના ખળખળાટ અને ફુલના મઘમઘાટ જેવો. મેં કયાંય સાંભળ્યું નથી કે ક્રિષ્ણ આમાંથી કોઈની સાથે ભાગી ગયા હોય?!! ‘પ્રેમ’ની જયાં વાત હોય અને રાધા – ક્રિષ્ણ નો ઉલ્લેખ ન થાય તેવું કદાપિ બને?! 
                   – પ્રેમ એટલે  જેને કરતા હોવ તેના સુખ માટે ત્યાગ, બલિદાન અને ક્ષમા. બધા બંધન અને શરતોથી પર…ગાય ને ચારો ચરવા માટે મુકત કરી દો ને છ્તાંય સાંજે ફરી આવીને પોતાને ખીલે બંધાવવા આવીને ઊભી રહે, તો સાદી અને સરળ ભાષામાં તે માલિક પ્રત્યેનો ‘પ્રેમ’ (જે તમારું છે તે તમારું  મુક્ત રહીને પણ તમારું જ રહેવાનું  અને જે તમારું નથી તે બંધાઈને પણ તમારું નથી થવાનું,)  આ મુકત આકાશમાં ઊડવું એટલે પ્રેમ
                   
                    –

   – દોસ્તો આ ‘પ્રેમ’ સમજવો અને પચાવવો ખુબ જ અટપટો છે, તેના માટે આ વેલેન્ટાઈન ડે શું, આખી જીંદગી ટુંકી પડે……અને આ પ્રોમિશ ડે, રોઝ ડે, હગ ડે, કિસ ડે ,વેલેન્ટઈન ડે વિગેરે વિગેરે ડેટીંગ પર લઈ જવા માટે ના અને સાદી ભાષામાં અંગ્રેજોને સમય ન મળવાથી આવા દિવસો નક્કી કરેલાં અને આપણને આપણાં સાથી સાથે “પ્રેમ” કરવા માટે આખી જીંદગી મળે છે, છ્તાં હરખ પદુડા થઈને આ ડે વાળી તારીખો પાછળ પડયાં છીએ…આનાથી મોટું આચ્ચર્ય કયું હોઈ શકે?!!
                     

.

                     
                                                                                              

                                                                                                                                                                                                         -પ્રવિણ કે.શ્રીમાળી

 

 
  

 

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ફેબ્રુવારી 4, 2014

સાદ પાડે છે વસંતનો

150220131052

       (My mobile click at Bhavna Farm, Patadi – Gujarat)

સાદ પાડે છે વસંતનો

શહેરની શેરીઓમાં નહી, ફલેટનાં કૂંડાઓમાં સાદ પાડે છે વસંતનો

ફલેટની બારીએથી ડોકાતી વેલ મુઝવણોમાં સાદ પાડે છે વસંતનો,

‘ન જાણે કહાં ગયે વૉ દિન’ ના ગીત ગનગન્નતા સૂકાં ઝાડ

તાપણાં નો શિકાર બની, ગુગળામણોમાં સાદ પાડે છે વસંતનો,

ખુલ્લી જગાઓમાં ઊગ્યાં છે વન ક્રોંકીટના

પનારો લઈશું કયાં? ઝાડવાં એ મુઝવણોમાં સાદ પાડે છે વસંતનો,

‘પ્રવિણ’ ફેશબુક ખોલીને વાંચી વધામણી વસંતની

આ ટેબ ને કોમ્પ્યુટર ડિસ્પલેના ચિત્રોમાં સાદ પાડે છે વસંતનો

-પ્રવિણ કે.શ્રીમાળી

શું દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે?!!! રાષ્ટ્રપતિ શાસન ના વાગી રહ્યાં છે પડઘમ

દિલ્હીમાં ત્રિશંકુની સ્થિતી પેદા થતા અને “આપ” એ સ્પસ્ટ રીતે ભાજપ ને ટેકો આપવાનો ઈન્કાર કરતાં, ફરી ચૂંટણી થવાના અથવા રાષ્ટ્રપતિ શાસન લાદવાના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે એક વિચારવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રપતિ શાસન લાંબા (૫ વર્ષ સુધી) સમય સુધી લાદી ના શકાય એટલે ૨૦૧૪માં જયારે લોકસભા ની ચૂંટણી થાય તેની સાથે સાથે દિલ્હી વિધાનસભા ની આ ચૂંટણી પણ ફરીથી થઈ શકે. અને ફરી ચૂંટણી થાય તો તેનો કમ્મર તોડ ખર્ચો આખરે તો પ્રજાની કમર પર જ પડવાનો. અને “આપ” ના પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે “કોઈપણ પાર્ટીને બહુમત ન મળતા આમ આદમી પાર્ટી ફરીથી વિધાનસભ ચૂંટણી માટે તૈયાર થઈ ગઈ છે. પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોની બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારી કરવાનો નિર્ણય થયો છે. ”

તો આ ઉપરથી તો લાગે છે કે “આપ” ફરી ચૂંટણી થાય તેના મૂડમાં છે. જો ફરી ચૂંટણી થાય તો બની શકે કે જે બન્ને પાર્ટીઓ હાલમાં બહુમત ધરાવે છે, તેમાંથી એકને તો જરૂરથી નુકશાન થશે જ સાથે સાથે પ્રજાને તો સમય અને પૈસાનું પુરે પુરૂ નુકશાન છે. હવે સમય જ બતાવશે કે જો ફરી ચૂંટણી થાય તો મતદારો ના મૂંડ કેવા પળવારમાં પલ્ટી મારી દે છે, તેનો નઝારો અને દિલ્હી નો બદલાતો તખ્તો આપણને જોવા મળશે….આપણે તો ઈચ્છી છીએ કે ફરી ચૂંટણી થવાની નોબત ના આવે….

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ઓગસ્ટ 1, 2013

“બજાતે રહો” દેખવા ગયા અને ફેમ સિનેમા વાળાએ બજાવી દીધા!!!

Fame Adv

Fame Adv

Fame Adv

Fame Adv

“બજાતે રહો” દેખવા ગયા અને ફેમ સિનેમા વાળાએ બજાવી દીધા!!!

વાચક મિત્રો, અહીં પ્રસ્તૄત કરેલ ફોટામાં આપ જોઈ શકો છો કે “ગુજરાત સમાચાર” દૈનિક અખબારમાં ફેમ મલ્ટીપલ્સ થીયેટરની જાહેરાત આપેલી છે, અને તેમાં સ્પષ્ટ લખેલ છે કે જાહેરરજાઓ અને તહેવાર સિવાય અને ૩ડી મુવી સિવાય ટિકીટનો ભાવ રૂપિયા ૫૦/- છે, છતાં ગ્રાહકો સાથે – દર્શકો સાથે ખુલ્લેઆમ છેત્તરપીડીં ચાલે છે. કેમકે જયારે અમે ટિકીટ ખરીદી તો રૂપિયા ૯૦/- એક ટિકીટના લીધા! અને તે માટે મેં સ્પષ્ટતા કરતાં,જાહેરાત અંગે પ્રુચ્છા કરતાં જવાબ એ મળ્યો કે એતો રાત્રી શોમાં પચાસ છે. પરંતુ જાહેરાતમાં આપ જોઈ શકો છો કે તેમાં તે પ્રમાણે કોઈ ઉલ્લેખ છે જ નહીં….
મતલબ સાફ છે કે જાહેરાત માત્ર દર્શકોને લોભાવવા માટેની છે, પરંતુ આ એક પ્રકારની ખુલ્લેઆમ છેત્તરપિંડી જ છે અને ઉપરથી પાર્કિગના રૂપિયા ૧૦/- અલગ…તો હવે પછી આપ પણ ધ્યાનમાં રાખો અને આવી જાહેરાતોથી દુર રહો અને વધારે ચૂનો લાગે તો ગ્રાહક સુરક્ષામાં ત્વરિત ફરીયાદ કરો…

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જાન્યુઆરી 24, 2013

Vacancy For Accountant In Metropolitan Transport Corporation Chennai – January, 2013

Accountant Metropolitan Transport Corporation Chennai Address: Metropolitan Transport Corporation (Chennai) Limited, Corporate Office: Pallavan
House, Pallavan Salai Postal Code: 600002 City Chennai State Tamil Nadu Pay Scale: Rs. 30,000/- P.M. Educational Requirements: Commerce Graduate Date Posted: 01/08/2013 Experience Requirements: Minimum 5 Years of experience Details will be available at: http://
http://www.mtcbus.org/
No of Post: 01 How To Apply: For Application Format and conditions, please visit http://www.mtcbus.org. Last Date: 24.1.2013, 5.45 PM Age Limit: 30 Years For more

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | જાન્યુઆરી 5, 2013

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

The new Boeing 787 Dreamliner can carry about 250 passengers. This blog was viewed about 1,600 times in 2012. If it were a Dreamliner, it would take about 6 trips to carry that many people.

Click here to see the complete report.

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | સપ્ટેમ્બર 1, 2012

વરસતો નથી

વરસતો નથી
</a

ગોરંભાઈ છે ને વરસતો નથી
ઘેરાઈ છે ને વરસતો નથી

પળભર ની આશા લિશોટા વીજળીના
ચમકાઈ છે ને વરસતો નથી

રેઈન કોટ, છત્રી ને નેવાં સજાવી રાખ્યાં
ગડગડાઈ છે ને વરસતો નથી

સૂકી ધરા, સૂકી સીમ ને સૂકી
વગડાઈ છે ને વરસતો નથી

હવે તાતની આંખોના નેજવાં વરસ્યાં
મંડરાઈ છે ને વરસતો નથી

-પ્રવિણ કે.શ્રીમાળી

Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ઓગસ્ટ 22, 2012

ગુજરાતી સાહિત્યમાં ખરી પડયો એક સિતારો

ગુજરાતી સાહિત્યમાં ખરી પડયો એક સિતારો
માનનીય સાહિત્યકાર, કવિ શ્રી સુરેશ દલાલ ના અવસાનના સમાચાર સાંભળ્યા અને ખુબ જ દુઃખ થયું, એક ઔર કૃષ્ણ ભકત તેમની શરણમાં શબ્દની સૂરાવેલિ સુણાવીને ચાલ્યા ગયા. મીરાંબાઈ, નરસિંહ મહેતા, નાનાલાલ, દલપત, રહિમ, સુરદાસ, મંકરદ દવે પછી જો કોઈએ કૃષ્ણ ભકિત કાવ્ય કે ગીતના રચિયતા આજના યુગમાં હોય તો તે સ્વ શ્રી સુરેશ મહેતા જ હતા. તેમની રચનાઓ એટલે કે લીલી લીલી લહેરાતી વનરાઈ. શબ્દ જાણે વાંસળીમાંથી વહેતો સુર. તેમના કોઈ પણ પ્રવચન હોય, તેમાં કૃષ્ણ, મીરાંબાઈ, ઓશો રજનીશ કે સત્ય શ્રીસાંઈબાબા ની વાત કે ઉદાહરણ અચૂક સાંભળવાં મળે જ.

તેમને ઉત્તમ કાવ્યો, ગીતો અને લેખોનો સુશોભિત પુષ્પગુચ્છ આપ્યો છે તો સાથે સાથે વિચારપ્રેરક નિબંધોની ‘ઝલક’ પણ આપી છે.ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે. તેમની દૈનિક અખબારો ની રવિવાર પુર્તિમાં આવતી કોલમ “મારી બારીએથી” હજુ પણ વાંચવી ગમે છે.તેઓ સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ હતા. ગુજરાતી સાહિત્ય ને ન પુરી શકાય તેવી આ ખોટ છે!!ગુજરાતી સાહિત્યમાં એક કળાયેલો મોરલો પોતાનો ટહુકો ગુંજતો કરીને ચાલ્યો ગયો છે પણ તેનો ટહુકો વાચકોના દિલમાં સદા ટહુકતો રહેશે.

ભગવાન સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આવી પડેલ દુઃખને સહન કરવાની શકિતપ્રભુ આપે તેવી પ્રાર્થના સહ દિલથી શ્રદ્ધાજંલિ.

Older Posts »

શ્રેણીઓ